Abtak Media Google News

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.ની ભાવવાહી શૈલીમાં પ્રભુ મિલનની અનન્ય અનુભૂતિ કરાવતાં કાર્યક્રમનું આયોજન પર્વાધિરાજ પર્વના દ્વિતીય દિવસે કાલે શુક્રવારે સવારે ૦૯.૦૦ કલાકે ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ,ઝેડ બ્લુની સામે કરવામાં આવ્યું છે.

Advertisement

ડુંગર દરબારનાં વિશાળ શામિયાણામા રચાયેલી સમવશરણની  વિશાળ અને દિવ્ય પ્રતિકૃતિ તથા એક સાથે ૭૫ સંત-સતીજીઓનુ સાંનિધ્ય, હજારો હજારો ભાવિકોની ઉપસ્થિતિ, મધુર સૂર-સંગીતની સાથે ભવ્ય વાતાવરણમાં પર્વાધિરાજ પર્વના રજવાડી ઠાઠી યેલાં સ્વાગત વધામણાં બાદ દ્વિતીય દિવસે સિધ્ધશીલાની ભાવયાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ અવસરે દ્વિતીય દિવસનાં નિયુક્ત યેલાં સંઘપતિ શ્રી અર્ચનાબેન ભાવેશભાઈ પારેખ અત્યંત અહોભાવ પૂર્વક ગુરૂ ભગવંતોના પ્રવેશ વધામણાં કરીને એમના કરકમલમા પોથી અર્પણ કરીને કાર્યક્રમનો મંગલમય પ્રારંભ કરાવશે.

પૂ. રાષ્ટ્રસંત તેમજ પૂ. મહાસતીજીના શ્રી મુખેથી બોધ પ્રવચન ફરમાવ્યાં બાદ આ અવસરે ઉપસ્થિતિ હજારો ભાવિકોને સિદ્ધશીલાની ભાવયાત્રા કરાવવામાં આવશે.

આજની ભાવના આવતીકાલ ની સંભાવના બની શકે,  એમ,આજે સિદ્ધશીલાના પ્રતીક પર બેસીને કરેલી ભાવયાત્રા આવતીકાલે  સિદ્ધશીલા પર બિરાજમાન વા માટેની સંભાવના સર્જી શકે એવી શુભ ભાવના સાથે  સિદ્ધશીલાના રચાયેલા સુંદર અને વિશાળ પ્રતીક પર અનેક અનેક ભાવિકોને બિરાજમાન કરાવીને ભાવયાત્રા દ્વારા પ્રભુ મિલનની અલૌકિક અનુભૂતિ કરાવવામાં આવશે.

ભવ્ય માહોલ સર્જાશે, ગુરુદેવ ભગવંતોની દિવ્ય વાણીનો ગુંજારવ હશે, પ્રભુની મધુર સ્તવના રેલાશે અને ભાવભીના હજારો હ્રદય અશ્રુભીની આંખે પ્રભુને પોકાર કરતાં હશે એવા અદભુત દ્રશ્યોને જાણવા, પ્રભુની સંગ વાર્તાલાપ અને ફરિયાદ કરવાના આ અનેરા અવસરે તથા રાજકોટના સંતાન પૂજ્યશ્રી પરમ અર્પિતાજી મહાસતીજીના૩૧ ઉપવાસની ઉગ્ર તપસ્યાના પારણા પ્રસંગે દરેક પ્રભુ પ્રેમી ભાવિકોને પધારવા શ્રી રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ તરફી અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉપાશ્રયમાં આજી પ્રારંભ યેલપર્વાધિરાજ પર્યુષણનાં ૮ દિવસ રાષ્ટ્રસંત પૂજ્યનાં મુખેથી સવારે ૭.૦૦ થી ૮.૦૦ કલાકે  અનાદિકાળની વૃત્તિને શુદ્ધ કરાવતો ઇનર ક્લીનીંગ કોર્સ રાખવામાં આવ્યો હતો. જેમાં દર વર્ષેમોટી સંખ્યામાં યંગસ્ટર્સ ખૂબ જ ભાવ અને જિજ્ઞાસા સાથે જોડાઈને પોતાના સ્વભાવમાં હળવાશ અને જીવનમાં સાધનાની સુવાસ અનુભવે છે. બપોરે ૩:૩૦ થી ૪:૩૦ કલાક જ્ઞાનવર્ધક કાર્યક્રમ બાદ સાંજે પ્રતિક્રમણનું આયોજન સર્વ માટે ડુંગર દરબાર પટાંગણ ૬:૩૦ કલાકે કરવામાં આવ્યું છે..

આ ઉપરાંત આધ્યાત્મિક અને આત્મિક પ્રશ્નોના સમાધાન મેળવવા માટે ૧૫ થી ૪૦ વર્ષના બહેનો માટે રાત્રીનાં ૮:૪૫ કલાકે નવદીક્ષિત પૂ. પરમ સંબોધિજી મહાસતીજી દ્વારા વિશેષ કાર્યક્રમ રીઝન અને વિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વ્યક્તિને ધર્મ સાધના કરવા માટે વધુ સમય મળી શકે તે ભાવ સો નૌકારશી તથા ચૌવિહારની વ્યવસ રાખવામાં આવેલી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.