Abtak Media Google News

ભાજપમાં ખળભળાટ: કૌંભાડ અને ભ્રષ્ટાચારના કારણે હાઇકમાન્ડે રાજીનામું લઇ લીધાની જોરદાર ચર્ચા

ગુજરાતને ભાજપની રાજકીય પ્રયોગ શાળા માનવામાં આવે છે. ભાજપનું સંગઠન ગુજરાતમાં એટલું મજબૂત છે કે અહી કોઇપણ નિર્ણય લેવામાં આવે કાર્યકરો તેને પાર્ટીનો આદેશ માની માથે ચડાવી લ્યે છે. ગુજરાત વિધાનસભાની ચુંટણીના રેકોર્ડ બ્રેક પરિણામો બાદ રાજયમાં ભાજપનું ઘર સળગવા લાગ્યું છે. સંગઠનમાં સી.આર. પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પછી સૌથી મહત્વનો હોદો ધરાવતા પ્રદિપસિંહ વાઘેલાએ આજે પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી રાજીનામુ આપી   દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓ  હેડ કવાર્ટરના ઇન્ચાર્જ હતા  ટુંક સમયમાં ભાજપમાં મોટા કડાકા ભડાકા થવાના સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.

Advertisement

ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ કામોનો કોન્ટ્રાકટ પ્રદિપસિંહ વાઘેલાના કહેવાથી ગેરલાયક લોકોે સોંપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જમીન કૌભાંડમાં પણ તેઓની સંડોવણી હોવાની વાતો ચાલી રહી છે. ભાજપના યુવા નેતા વિરૂઘ્ધ પત્રિકાઓનું વિતરણ થયું હતું. ત્યારબાદ ગુપ્ત રાહે કરાયેલી તપાસમાં ગુજરાત યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટ આપવામાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડમાં પ્રદિપસિંહની ભૂમિકા હોવાની ગંધ આવતા દિલ્હી દરબાર સુધી ફરીયાદો પહોંચી હતી. આ ફરીયાદમાં 100 ટકા તથ્ય હોવાનું જણાતા દિલ્હી હાઇકમાન્ડ દ્વારા પ્રદિપસિંહ વાઘેલાને ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું માંગી લેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જેને આજે સત્તાવાર સમર્થન મળ્યું છે. પ્રદિપસિંહે મહામંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.

આ ઉપરાંત તેઓને બીજી સુચના આપવામાં  ન આવે ત્યાં સુધી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ન આવવા પણ આદેશ અપાયો છે.

પ્રદેશ મહામંત્રી સાથો સાથ પ્રદિપસિંહ વાઘેલા કમલમના પણ ઇન્ચાર્જ હતા અત્યાર સુધી કોઇ પણ બાબત અંગે મીડિયાને જાણકારી આપવાની હોય પ્રદિપસિંહ વાઘેલા જ આપતા હતા. છેલ્લા થોડા દિવસોથી પ્રેસ નિમંત્રણમાં તેઓનું નામ કમી કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાથી તેઓએ રાજીનામું આપ્યાની વાતને બળ મળ્યું હતું. દરમિયાન છેલ્લા ચાર પાંચ દિવસથી ચાલતી અટકળો પર આજે પૂર્ણ વિરામ મૂકાય ગયુ છે. પ્રદિપસિંહ વાઘેલાએ મહામંત્રી પદ છોડી દીધું છે. દરમિયાન કમલમ ખાતે ન આવવા પર કોઇ પાંબધી મૂકવામાં આવી નથી તેવું જાણવા મળી રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં પત્રિકા યુઘ્ધ શરુ થયું છે. વડોદરાના મેયરને બદનામ કરતી પત્રિકાનું વિતરણ ખુદ ભાજપના કોર્પોરેટરો દ્વારા કરાયું હતું. ત્યારબાદ તાજેગરમાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલને કદ મુજબ વેંતરી નાખવા અર્થાત બદનામ કરતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક લોકોની ધરપકડ કરી દેવામાં આવ્યું છે. અને તમામને હોદા પરથી હટાવી દેવામાં આવી છે. હવે પત્રિકા યુઘ્ધ ભાજપના વધુ એક યુવા અને આશાસ્પદ નેતાની રાજકીય કારકિદી રોળી નાખે તેવી દહેશત વર્તાય રહી છે. પ્રદિપસિંહનું રાજીનામું આપી દેવા ભાજપમાં ખળભળાટ મચી જવા  પામ્યો છે. આજે સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે.

પ્રદેશ અઘ્યક્ષની સુચનાથી રાજીનામું આપ્યું છે: પ્રદિપસિંહ વાઘેલા

ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું આપી દેતા  આ અંગે મિડિયા સમક્ષ પ્રદિપસિહે એવું નિવેદન આપ્યું હતું કે, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની સુચના મળતા મેં પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.