Abtak Media Google News

એનએસઇમાં 341 એસએમઈમાંથી 30 ટકા કંપની ગુજરાતી,જેની સંયુક્ત માર્કેટ કેપ રૂ. 18,600 કરોડ

શેરબજારમાં ગુજરાતી કંપનીઓનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાતની 100મી એસએમઇ કંપની એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થઈ.  આ સાથે, એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ 341 એસએમઈમાંથી સૌથી વધુ 30% ગુજરાતનો હિસ્સો થયો છે.

એનએસઇના ડેટા અનુસાર, ગુજરાતની એસએમઇ કંપનીઓએ અત્યાર સુધીમાં રૂ. 1,810 કરોડ એકત્ર કર્યા છે, જેની સંયુક્ત માર્કેટ કેપ રૂ. 18,600 કરોડ છે.  98 કંપનીઓ લિસ્ટેડ અને રૂ. 1,768 કરોડ ઊભા સાથે મહારાષ્ટ્ર ગુજરાત પછીના ક્રમે છે.

એનએસઇ લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ગોયલે જણાવ્યું હતું કે, એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ 2012માં લોન્ચ કરવામાં આવ્યું હતું. લગભગ 11 વર્ષ પછી, પ્લેટફોર્મ પર સૌથી વધુ એસએમઇ આઇપીપ ધરાવતું ગુજરાત અગ્રણી રાજ્ય છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાથી એસએમઇ કંપનીઓને ભંડોળ એકત્ર કરવામાં મદદ મળે છે.  અને તેમને વધુ દૃશ્યતા આપીને વ્યવસાયના વિકાસને વેગ આપે છે. તે તેમને વધુ વિશ્વસનીયતા સ્થાપિત કરવામાં અને શેરધારકોની સંપત્તિને અનલોક કરવામાં પણ મદદ કરે છે. લિસ્ટિંગ દ્વારા, એસએમઇ કંપનીઓના નાણાકીય અને કોર્પોરેટ ગવર્નન્સમાં નોંધપાત્ર સુધારો થાય છે, જે તેમની વિશ્વસનીયતામાં વધારો કરે છે.”

એનએસઇ અનુસાર, ગુજરાતમાંથી લગભગ 43 એસએમઇ કંપનીઓએ જરૂરી માપદંડો પૂરા કર્યા પછી મુખ્ય પ્લેટફોર્મ પર સ્થળાંતર કર્યું છે. એનએસઇ ઇમર્જ એ અત્યાર સુધીમાં 341 કંપનીઓને લિસ્ટ કરી છે જેણે રૂ. 6,207 કરોડ એકત્ર કર્યા છે અને તેમની કુલ માર્કેટ કેપ રૂ. 74,632 કરોડ છે.

“ગુજરાત એક સદી કરતાં વધુ સમયથી ઇક્વિટી માર્કેટ સાથે સંકળાયેલું છે અને રાજ્ય એમએસએમઇ ઉત્પાદનનું કેન્દ્ર પણ છે.  આ એક આદર્શ સંયોજન છે જે એસએમઇ ઇક્વિટી કેટેગરીમાં ગુજરાતના હિસ્સાને મજબૂત કરવામાં મદદ કરે છે.  આગામી મહિનાઓમાં, ઓછામાં ઓછી 10 વધુ એસએમઇ કંપનીઓ લિસ્ટ થવાની છે.

બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણી એસએમઇ કંપનીઓ એક્સચેન્જો પર લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે કારણ કે તેઓ આ માર્ગ દ્વારા ભંડોળ એકત્ર કરી શકે છે અને તાજેતરના વર્ષોમાં આવા આઇપીઓમાં રોકાણકારોનો રસ વધ્યો છે કારણ કે આ આઇપીઓને ઘણી વખત સબસ્ક્રાઇબ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.