Abtak Media Google News

આવતીકાલે મહંત સુરેશદાસ બાપુની રકતતુલા તેમજ મહાપ્રસાદ સહિતના આયોજનો

16 2

Advertisement

રામદેવ ઘામ ટ્રસ્ટ ઢોલરા ખાતે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ૫૧ કુંડી મહાયજ્ઞનું આયોજા કરવામાં આવ્યું હતું. જેમાં તા. ૧૧ એપ્રિલના રોજ  ગણપત્યાદી પુજન, રામદેવજી મહારાજ તથા અન્ય દેવતાઓના સ્વરુપોની સ્થાપના વિધી, પુપ્યાવાચન, માતૃકાપુજન, મધુપર્ક, આચાયોદિ, બ્રહ્માદિ વરણ, દેવસ્થાપન, અરણીમંથન, દ્વારા અગ્ની સ્થાપના વિધિ, કુંડ મેખલા, પુજન ગૃહ સ્થાપન ગૃહ હોમ, પ્રધાનહોમ, રામદેવજી મહારાજ તથા અન્ય દેવતાઓના દિવ્ય ભગવત સ્વરુપોની નગરયાત્રા, શોભાયાત્રા, જયયાત્રા, ધાન્યાધિવાસ, સાવન પૂજન, નિરાઝતુ તેમજ સ્તૃતિ પાઠનું આયોજન કર્યુ હતુ. જેમાં ધોલેરા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉ૫સ્થિત રહ્યા હતા અને ખુબ મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ મેળવ્યો હતો.

15 4

તેમજ સાંજના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યુ હતું. જેમાં સૌરાષ્ટ્રનો ભજનીક કલાકારો હરદેવભાઇ ગઢવી, અલ્પાબેન પટેેલ, મિલન કાકડીયા, પલ્લીબેન પટેલ તેમજ જેમંતભાઇ દવે સહીતના ભજનીક કલાકારો ઉ૫સ્થિત રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભજનનો રંગે રંગાયા હતા.

18 2

તેમજ તા.ર૩ એપ્રિલના રોજ ઉથાપનનું આયોજન કરેલછે. તેમજ ર૪ એપ્રિલ સુધી મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે આ કાર્યક્રમો દરયિમાન સંતો મહંતો પણ મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા..17 2

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.