Abtak Media Google News

અત્યારે સુધી પોતાને શુ કરવું તે શોધવાની મથામણ કરી રહ્યો છે, તેવામાં તેના સ્ટારડમનો ફાયદો પાર્ટીને કરાવવાનો ગોઠવાતો તખ્તો

છેલ્લા 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદી, નીતીશ કુમાર, કેપ્ટન અમરિંદરસિંઘ સહિત ઘણા દિગ્ગજ નેતાઓ અને રાજકીય પક્ષો માટે વ્યૂહરચના બનાવનાર પ્રશાંત કિશોર હવે એક નેતાનો અવતાર લેવાની તૈયારી કરી રહ્યા છે.  બીજી તરફ, ક્રિકેટર-કોમેડિયનમાંથી રાજકારણી બનેલા નવજોત સિંઘ સિદ્ધુ કોંગ્રેસમાં આગળ છે અને તેમની ભૂમિકાની શોધમાં છે. આ બંનેનો એકસાથે ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કારણ કે આ બંને નવી ઇનિંગ્સ રમવાના છે અને તેમના સાથે આવવાની અટકળો પણ ચાલી રહી છે.

Advertisement

હકીકતમાં, ભૂતકાળમાં જ્યારે પ્રશાંત કિશોરના કોંગ્રેસ સાથે ન જવાના સમાચાર આવ્યા હતા, તે જ દિવસે પાર્ટીમાં કાર્યવાહીનો સામનો કરી રહેલા નવજોત સિંઘ સિદ્ધુએ તેમની સાથે પોતાની એક તસવીર શેર કરી હતી. આવી સ્થિતિમાં બંને નેતા એકસાથે આવી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.  ’જન સૂરજ’નું સૂત્ર આપતા પ્રશાંત કિશોરે ગાંધી જયંતિના અવસરે ચંપારણથી 3,000 કિલોમીટરની પદયાત્રા કાઢવાની જાહેરાત કરી છે.

તેમની જાહેરાત પરથી માનવામાં આવી રહ્યું છે કે તેઓ બિહારમાં કેટલાક મુદ્દાઓની શોધખોળ કર્યા બાદ રાજકીય પક્ષની જાહેરાત કરી શકે છે.  નવજોત સિંઘ સિદ્ધુ સાથે આવવાની ચર્ચાઓ વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બિહારમાં તેઓ કેવી રીતે પ્રભાવશાળી બની શકે છે, જ્યાં શીખોની વસ્તી નજીવી છે.  વાસ્તવમાં પ્રશાંત કિશોરને રાજકીય પક્ષ બનાવવા માટે કેટલાક એવા ચહેરાની પણ જરૂર છે, જેમની પ્રતિષ્ઠા હોય.  નવજોત સિંઘ સિદ્ધુ જાહેર મુદ્દા ઉઠાવવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે અને તેઓ પંજાબમાં આમ કરતા આવ્યા છે.

આ સિવાય નવજોત સિંઘ સિદ્ધુ એક સફળ ક્રિકેટર અને કોમેડિયન પણ રહી ચૂક્યા છે.  આવી સ્થિતિમાં તેની સાથે એક સ્ટારડમ પણ જોડાયેલો છે, જેનો ફાયદો પ્રશાંત કિશોર ઉઠાવવા માંગશે.  હાલમાં નવજોત સિંઘ સિદ્ધુ પોતાના માટે એક રોલ શોધી રહ્યા છે.  પંજાબમાં કોંગ્રેસની ચૂંટણી હાર્યા બાદ હાઈકમાન્ડે તેમનાથી દૂરી બનાવી લીધી છે.  તેમની સામે પક્ષની શિસ્ત ભંગના આરોપો પણ છે અને તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.  આવી સ્થિતિમાં તે પોતાની ઈમેજ પ્રમાણે નવા રોલની પણ શોધમાં છે.  પ્રશાંત કિશોરના નવા ક્રૂમાં તેને આ રોલ મળી શકે છે.

પ્રશાંત કિશોરે ગાંધી જયંતિ નિમિત્તે 3000 કિલોમીટરની પદયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે.  આ યાત્રા ચંપારણથી શરૂ થશે અને બિહારના વિવિધ ભાગોમાં જશે.  પીકે આના દ્વારા ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહયા છે, જે એક કામ છે જે તે સારી રીતે જાણે છે.  આમાં નવજોત સિંઘ સિદ્ધુ તેમના માટે અસરકારક ભાગીદાર બની શકે છે.  નોંધનીય છે કે ભૂતકાળમાં પીકેએ બિહારની રાજનીતિમાં એવું કહીને હલચલ મચાવી દીધી હતી કે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવના 15 વર્ષમાં બિહાર ખરાબ રીતે પાછળ રહી ગયું છે.  તેના પર તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે પીકે કોણ છે?  એટલું જ નહીં, તેણે કહ્યું કે આવી ટિપ્પણી પાયાવિહોણી છે અને તેના પર ટિપ્પણી પણ કરી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.