Abtak Media Google News

સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી અને વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર શહેરમાં અજરામર સ્થાનકવાસી જૈન સંઘ સુરેન્દ્રનગર સંચાલિત નવલ પ્રકાશ ધર્મ સ્થાનક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની હાજરીમાં ત્રિવેણી મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આપણા સાધુ ભગવંતો સંયમનો માર્ગ અપનાવીને 40,45 અને 50 વર્ષ સુધી પોતાના આત્માના કલ્યાણની સાથે અન્યના આત્માનું કલ્યાણ થાય અને ભગવાન મહાવીરના સંદેશને લઈ અહિંસા, અપરિગ્રહ અને તપના આધાર ઉપર ચારિત્ર્ય નિર્માણ કરીને ભગવાન મહાવીરે દર્શાવેલા પંથ ઉપર સમાજ આગળ વધે એ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

1652072332235

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉપાશ્રય કે જ્યાં આગળ ધર્મની આરાધના દ્વારા વ્યક્તિ શાંતા અનુભવે અને પોતે ધર્મના માર્ગે આગળ વધે એ પ્રકારે સ્થાનકનો ઉપયોગ થયો છે અને એનું નિર્માણ પણ એટલા માટે જ કરવામાં આવે છે.વધુમાં તેમણે કહ્યું કે, ઝાલાવાડમાં જૈન સમાજ એક પ્રભાવી સમાજ તરીકે ઉભરી આવ્યો છે. દરેક ક્ષેત્રોમાં જૈન સમાજ આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગરમાં મહાજન, પાંજરાપોળ વૃદ્ધાશ્રમ કે અંધ કલ્યાણમાં સુરેન્દ્રનગર ઝાલાવાડ જૈન સમાજે પોતાના કર્તૃત્વથી અનોખી ભાત ઊભી કરી છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ આ ઉપાશ્રય માટે દાતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ ઉપાશ્રયમાં વધુમાં વધુ શ્રાવકો ઉપાસના કરશે તેમજ વધુમાં વધુ સાધુ, સાધ્વીઓ, ભગવંતો અહીં આવીને ઉપદેશ આપીને આત્મકલ્યાણની ભાવના સાકાર કરશે તેવી ઈચ્છા પણ મંત્રીએ વ્યક્ત કરી હતી.

1652072332196

આ પ્રસંગે જૈન સમાજના પ્રકાશજી મહારાજ, અગ્રણી સર્વ  જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, ભરતભાઈ ડેલીવાળા, હસુમતીબેન તેમજ જૈન સમાજના શ્રેષ્ઠીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.