Abtak Media Google News

૧૭માં ઠાકોર સાહેબ તરીકે વસંત પંચમીએ શાસ્ત્રોક્ત વીધી સાથે રાજગાદી ધારણ કરશે

સૌરાષ્ટ્રભરમાંથી ૩૦૦૦ યુવક – યુવતીઓ તલવાર રાસ રમશે : રાણી સાહેબા કાદમ્બરી દેવી

આગામી ૩૦મી જાન્યુઆરીના વસંત પંચમીએ રાજકોટના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે શાસ્ત્રોક્ત વીધી સાથે માંધાતા સિંહજી રાજ તિલક કરી ગાદી ધારણ કરવાં જઈ રહ્યા છે ત્યારે રાજ તિલક ઉજવણીના ભવ્ય કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રભરના ૩૦૦૦ જેટલા ક્ષત્રિય યુવક – યુવતીઓ દ્વારા ૧૨ મિનિટ સુધી તલવાર રાસ રમી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રચવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટ રાણી સાહેબા કાદમ્બરી દેવી એ પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી કે, આગામી ૩૦મી જાન્યુઆરી એ રણજિત વિલાસ પેલેસ ખાતે શાસ્ત્રોક્ત વીધી સાથે ઠાકોર સાહેબની તિલકવીધી થશે. આ પર્વની ઉજવણી ના ભાગરૂપે ૨૭મી જાન્યુઆરી થી સાંજે ૪:૩૦ થી ૬:૩૦ દરમિયાન દેહશુદ્ધિ, દાસવિધી સહિત ની શાસ્ત્રોક્ત વીધી થશે.

20200112160647 Img 7438

જ્યારે તા.૨૮મીના પૂજનવીધી અને સાથે સવારે ૧૦ વાગ્યે એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજમાંથી રાજકોટના રુદ્રાશક્તિ મહિલા મંડળ, રાજશક્તિ મહિલા મંડળ, રાજકોટ યુવા સંઘ સાથે સૌરાષ્ટ્રના ભાવનગરના ગોહિલવાડ રાજપૂત મહિલા સમાજ, થાનગઢ અને સુરેન્દ્રનગરથી શ્રી નિત્યા ભાવના ફાઉન્ડેશન, સુરેન્દ્રનગરથી ક્ષત્રવત, કચ્છ- ભુજ થી કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભા, કચ્છ જિલ્લા મહિલા કરણી સેના, જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, જેસલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ ત્યાર બાદ ગાંધીધામના અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા અને અમદાવાદ થી રાજપૂત વિદ્યા સભા ગ્રુપ દ્વારા ૩૦૦૦ થી વધુ ક્ષત્રિય યુવક – યુવતીઓ ૧૨ મિનિટ સુધી તલવાર રાસ રમી વર્લ્ડ રેકોર્ડ રચવા પ્રયાસ કરશે.

Eye

અન્ય કાર્યક્રમના ભાગરૂપે તા.૨૮મીના વિન્ટેજ કાર, બગીઓ, પાટ, ઘોડા અને હાથી સાથે વાજતે ગાજતે નગરયાત્રા શહેરમાં આકર્ષણ બની રહેશે. જ્યારે ૨૯મીના સવારે ૩૦૦ જેટલા બ્રાહ્મણો દ્વારા પૂજાનવીધી કરવામાં આવશે જે પણ વર્લ્ડ રેકોર્ડ બનશે. અને સાંજે ૭૦૦૦ થી ૧૦,૦૦૦ દીપ પ્રાગટય કરી રાજકોટ રાજ્યનું રાજચિહ્ન બનાવમાં આવશે આ સાથે જ્યોતિપર્વનો પણ વર્લ્ડ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ સાથે ઠાકોર સાહેબના રાજતીલકના ભવ્ય કાર્યક્રમ અને વીધી અનેક ક્ષેત્રોમાં વિશ્વ કીર્તિમાન સ્થાપવા માટે પુરા ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા એક માસથી જહેમત ઉઠાવી રહ્યા છે અને પત્રકાર પરિષદ માં રાણી સાહેબા કાદમ્બરી દેવી એ જણાવ્યું હતું કે આઝાદી બાદ રાજ્યભરનું આ સૌથી મોટું રાજતીલક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.