ગુજરાતનું ગૌરવ: રાજકોટના પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર આપશે વિશ્વ બેંકમાં સેવા, એડવાઈઝર તરીકે નિમણુંક

0
37

રાજકોટમાં કલકેટર તરીકે ફરજ બજાવનાર અને હાલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી ડો. રાજેન્દ્રકુમારની વિશ્ર્વ બેંકમાં એકઝીકયુટીવ ડાયરેકટરના એડવાઈઝર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાત કેડરનાં આઈએએસ ડો. રાજેન્દ્રકુમારે રાજકોટ શહેરમાં 2011 થી 2014 દરમિયાન કલેકટર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. બાદમાં વડાપ્રધાન સાથે દિલ્હી ગયા હતા. અને વડાપ્રધાન કાર્યાલયમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે રાજકોટમાં કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ 2014 થી 2016 સુધી સુરત કલેકટર તરીકે સેવાઓ આપી હતી. બાદમાં વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટેશન પર મૂકયા હતા.

ડો. રાજેન્દ્ર કુમારની વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ બેંકમાં ડાયરેકટરના એડવાઈઝર તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક થઈ છે. ડો. રાજેન્દ્રકુમાર વડાપ્રધાન કાર્યાલયમાં 12 ડાયરેકટરોમાં ના એક છે. 1996 બેચના આઇએએસ ટી નગરાજન આઇએએફમાં ડાયરેકટરના સિનિયર એડવાઇઝર છે તમાં અમેરિકાના વોશિંગનમાં છે. 1996ની બેચના રાજીવ ટોપનોની પણ અગાઉ વર્લ્ડ બેકમાં નિમણૂંક થઇ છે હવે 2004ના બેચના ડો. રાજેન્દ્ર કુમારની વર્લ્ડ બેંકમાં નિમણૂંક થઇ છે.તેઓ મુળ હિમાયલ પ્રદેશના છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એઇમ્સનું પ્રેજર્ન્ટેશન કરી પાયો નાખનાર ડો. રાજેન્દ્ર કુમાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ચુંટણીની સફળ કામગીરી બાબતે પણ અનેક એવોર્ડથી સન્માનિત થઇ ચૂકયા છે.

રાજકોટ અને સુરત જિલ્લા કલેકટર તરીકે ખૂબ જ સારી એસએસસી કામગીરી બજાવનાર ડોક્ટર રાજેન્દ્ર કુમાર વહીવટી ક્ષેત્રે કરી નિર્ણય અને વિકાસ લક્ષી અભિગમ માટે સનદી અધિકારીઓ માં જાણીતા છે રાજકોટના પૂર્વ કલેકટર અને હાલ વડાપ્રધાન કાર્યાલયમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેન્દ્ર કુમાર વર્લ્ડ બેંકમાં નિમણૂક કરવામાં આવી છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર સાથે રાજકોટનો ખૂબ જ ગેરો નાતો રહ્યો છે રાજકોટ કલેકટર તરીકે 2014થી ખૂબ જ સારી કામગીરી કરવા માટે એક આગવી ઓળખ ધરાવે છે વહીવટી રીતે પારદર્શી અભિગમ અને ભવિષ્યના વિકાસ લક્ષી અભિગમો માટે જાણીતા ડોક્ટર રાજેન્દ્ર કુમાર ની સેવા અનુભવનો હવે વર્લ્ડ બેંકને લાભ મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here