Abtak Media Google News

મે માસમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવાઈ : યૌન શોષણ કરવાની શર્મશાર કરતી ઘટના

મણિપુરમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી અને ત્યારબાદ સામુહિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. આ ઘટના બે માસ પહેલા બની હતી પણ સ્થાનિક તંત્રે ઘટનાની કોઈ જ ગંભીરતા નહીં દાખવ્યા બાદ અંદાજિત 2 માસ બાદ આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડ્યા છે. મામલામાં વડાપ્રધાન અને દેશના ચીફ જસ્ટિસ બંને આગ બબુલા થયાં છે. એક પણ દોષિતને બખ્સાવામાં નહીં આવે તેવું વડાપ્રધાને જણાવ્યું છે.

Advertisement

મણિપુરમાં મહિલાઓ પર આચરવામાં આવેલી ક્રૂરતાથી આખો દેશ શરમમાં છે. સોશિયલ મીડિયા અને તમામ પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરમિયાન પોલીસે કુકી મહિલાઓની નગ્ન પરેડ કરાવનાર અને ગેંગરેપના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ શરમજનક ઘટનાના આરોપી ખુયરુમ હેરદાસની થૌબલમાંથી ધરપકડ કરવામાં આવી છે. કુકી મહિલા સાથેની ક્રૂરતાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મે મહિનાની શરૂઆતથી રાજ્યમાં સ્થિતિ તંગ બની છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાને પણ મોકલવામાં આવી છે.

કુકી મહિલાઓ સાથેનો આ બર્બરતાનો આ વીડિયો 4 મેનો જણાવવામાં આવી રહ્યો છે. ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર પરેડ કરવામાં આવી રહી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકારે ટ્વિટર અથવા ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ શરમજનક વીડિયો શેર કરવાનું બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. મણિપુરમાં 3 મેના રોજ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે અઢી મહિનાથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. 4 મેના રોજ થૌબલ જિલ્લામાં બે મહિલાઓનું યૌન શોષણ થયું હતું.

મેઈતેઈ બહુત થોબલ જિલ્લામાં 4 મેના રોજ કુકી-જોમી સમુદાયની મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. કાંગપોકપી જિલ્લામાં 18 મેના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ પછી 21 જૂને એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, 3 મેના રોજ લગભગ 1,000 સશસ્ત્ર માણસોએ થોબલ જિલ્લાના એક ગામમાં હુમલો કર્યો હતો. લૂંટ કર્યા બાદ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને નગ્ન થઈને ફરવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ એફઆઈઆર મુજબ, જ્યારે પીડિતાના 19 વર્ષના ભાઈએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ ટોળાએ મારી નાખ્યો. ગેંગરેપ બાદ મહિલાઓને પણ ટોળાએ માર માર્યો હતો.

આ ઘટનાનો વિડીયો વાયરલ થયાં બાદ દેશના ચીફ જસ્ટિસે ઘટનાની નિંદા કરતા આ કૃત્ય અસ્વીકાર્ય હોવાનું જણાવ્યું છે. જયારે વડાપ્રધાને આ ઘટનામાં જવાબદાર એક પણ હેવાનને બખ્સવામાં નહીં આવે તેવું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.