Abtak Media Google News

નરેન્દ્ર મોદી ત્રણ દેશની મુલાકાતે છે ત્યારે તેઓ ઈન્ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચી ગયા છે. મલેશિયામાં પીએમ અમુક કલાકો જ રોકાવાના છે. સવારે મલેશિયા પહોંચ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી વૃદ્ધ એવા મલેશિયાના 92 વર્ષના પીએમ મોહમ્મદ મહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદીની મલેશિયાની આ બીજી વખત મુલાકાત છે. મલેશિયાની મુલાકાત પછી મોદી સિંગાપોર જશે.

મલેશિયાથી સિંગાપોર જશે મોદી

મોદી મલેશિયામાં ગણતરીના કલાકો રહ્યા પછી સિંગાપોર રવાના થશે. આ પહેલાં બુધવારે જકાર્તામાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે 15 કરાર કરવામાં આવ્યા હતા. મોદી અહીં દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્જિદ ઈસ્તિકલાલ અને અર્જુન રથ જોવા માટે પણ ગયા હતા. અહીં તેમણે મહાભારત થીમ પર બનેલો પતંગ પણ ચગાવ્યો હતો.

મલેશિયામાં 61 વર્ષ પછી મહાતિર મોહમ્મદની પાર્ટી જીતી

મલેશિયામાં 10મેના રોજ મહાતિકની આગેવાની વાળી પકતન હરપન પાર્ટીએ બારિસન નેશનલ પાર્ટીને હરાવી છે. બારિસન નેશનલ પાર્ટી બ્રિટનથી આઝાદી મળ્યા પછી છેલ્લા 61 વર્ષથી મલેશિયામાં કાબિજ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.