Abtak Media Google News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જૂનાગઢના મહેમાન બનશે. 23 ઓગસ્ટે જૂનાગઢ આવી રહેલા પીએમના હસ્તે 362.72 કરોડના કામોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવશે. પીએમની સુરક્ષાને લઇને 1600 પોલીસ જવાનો ખડેપગે ઉભા રહી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે બપોરના 2: 05 મિનિટે બિલખા રોડ સ્થિત પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરીસરમાં તૈયાર કરેલા હેલીપેડ ખાતે ઉતરાણ કરશે. બાદમાં ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડના પાછળના ભાગે તૈયાર કરેલા સભાખંડ ખાતે જશે અને શ્રોતાઓને સંબોધિત કરશે.

બાદમાં જૂનાગઢ તેમજ ગિર સોમનાથમાં થયેલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. જૂનાગઢમાં 4 કામોનું લોકાર્પણ કરાશે, 2 કામોનું ખાત મુહુર્ત કરાશે અને ગિર સોમનાથ જિલ્લાના 2 કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, બન્ને જિલ્લાના કુલ મળી 8 કામોના રૂપિયા 362.72 કરોડના વિકાસ કામોને ખુલ્લા મુકશે. અગાઉ ભારે વરસાદના પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ રદ થયો હતો બાદમાં 23 ઓગસ્ટનો કાર્યક્રમ નક્કી થતા સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું છે.

“નરેન્દ્ર મોદી સવારે 8.30 કલાકે દિલ્હી એરપોર્ટથી નિકળશે.

10.15 વાગે સુરત એરપોર્ટ પહોંચશે.
10.20થી હેલિકોપ્ટ દ્વારા વલસાડ જવા રવાના થશે.
10.50 વાગે વલસાડ હેલિપેડ પર ઉતરાણ કરશે.
10.55 વાગે બાય રોડ કાર્યક્રમ સ્થળે જવા રવાના થશે.
11.00 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે.
11.00થી 12.15 વાગ્યા સુધી વલસાડના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
12.20થી કાર્યક્રમ સ્થળથી બાય રોડ રવાના થશે. 12.25 વલસાડ હેલિપેડે પહોંચશે.
12.30 વાગે હેલિકોપ્ટરથી વલસાડથી જુનાગઢ રવાના થશે.
2.05 વાગે જુનાગઢ હેલિપેટ પર ઉતરણ કરશે.
2.10 વાગે હેલિપેડથી બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે.
2.15 વાગે એગ્રિકલ્ચર યુનિવર્સિટી પહોંચશે.
2.15 વાગ્યાથી 3.15 વાગ્યા સુધી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
3.20 વાગ્યાથી બાય રોડ જુનાગઢ હેલિપેડ જશે.
3.30 વાગે હેલિપેડથી નિકળી 5.05 વાગે ગાંધીનગર હેલિપેડ ખાતે ઉતરાણ કરશે.
5.10 વાગે હેલિપેડથી સચિવાલય બાય રોડ પહોંચશે.
5.15 વાગે ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટી પહોંચેશે.
5.15થી લઈ 6.30 સુધી FSL યુનિ.પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
6.35 વાગે FSLથી નિકળી 6.40 વાગે રાજભવન પહોંચશે.
6.40 થી 7.40 વાગ્યા સુધી મીટિંગમાં રહેશે.
7.45 થી 8.15 વાગ્યા સુધી રાત્રી ભોજન કરશે.
8.20 વાગે રાજભવનથી બાય રોડ નિકળી એરપોર્ટ જવા રવાના થશે.
8.45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
8.50 વાગે એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.