Abtak Media Google News

વિશ્વભરના અબજો રામ ભક્તો નું સપનું પૂરું થવાની ઘડીયો હવે ઘણાય રહી છે અયોધ્યામાં તૈયાર રામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની તૈયારીઓ થઈ રહી છે ત્યારે અયોધ્યાના વિકાસને મહોત્સવ અંગે પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથેની બેઠકમાં અયોધ્યામાં નવા બનેલા એરપોર્ટના ઉદ્ઘાટન સહિત વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી જ્યારે  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ મોદીને એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આમંત્રણ આપવા માટે મુલાકાતે ગયા હતા ત્યારે આ પ્રોજેક્ટને લઈને વડાપ્રધાન એ ખૂબ જ રુચી રાખવી એરપોર્ટ પર દેશભરના યાત્રાળુઓની સતત અવરજવરને ધ્યાને લઈ પ્રોજેક્ટ બનાવવા હિમાયત કરી હતી વડાપ્રધાને યોગી આદિત્યનાથ સાથે એરપોર્ટ પ્રોજેક્ટની સાથે સાથે રામ મંદિરના પ્રોજેક્ટને યાત્રાળુઓની સંખ્યાને ધ્યાને લઈ આયોજન ની ચર્ચા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગી આદિત્યનાથની મુલાકાત માં અયોધ્યા પ્રોજેક્ટ ની સમીક્ષા

વડાપ્રધાને રામ તીર્થ ટ્રસ્ટને અયોધ્યામાં ધર્મ સંસ્કૃતિની સાથે સાથે પર્યટન ઉદ્યોગના વિકાસને લગતા પ્રોજેક્ટ અને નવા આયામો બનાવવાનું સૂચન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા માત્ર ધર્મ યત્રીઓ માટે જ નહીં પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ માટે શ્રી એક ગરીમાં પૂર્ણ પ્રવાસન ધામ બની રહે તેવું આયોજન કરવાનું છે

મંદિરના ઉદ્ઘાટન બાદ પવિત્ર નગરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો.તે પછી ભક્તો સ્વાભાવિક રીતે જ ભગવાન તરફ આકર્ષિત થશે અને ભગવાન રામ મંદિરના ઉદ્ઘાટનને જોવા માટે અયોધ્યામાં ભારે ઉમટી પડશે.  વધારાના દ્રશ્યો, પ્રવાસન આકર્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેથી ટ્રસ્ટના કાર્યકર્તાઓ. મુલાકાત લેતા ભક્તો શહેરમાં રોકાઈ શકે અને સમય વિતાવી શકે,” પીએમ નરેન્દ્ર મોદીએ તાજેતરની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

ટ્રસ્ટના સચિવ ચંપત રાય અને મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પીએમના ભૂતપૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા અન્ય ટ્રસ્ટના સભ્યો સાથે 25 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીને રામ લલ્લાની મૂર્તિના અભિષેક માટે આમંત્રણ આપવા માટે મળ્યા હતા.  આવતા વર્ષે 22 જાન્યુઆરી એ વડાપ્રધાન અયોધ્યા આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.