Abtak Media Google News

મતદાન શરૂ થાય તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટવીટર પર લોકોને અચુક મતદાન કરવા અપીલ કરી

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ તબકકામાં ૮૯ બેઠકો માટે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે ૮:૦૦ કલાકે મતદાનનો પ્રારંભ થાય તે પૂર્વે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદીએ ટવીટ કરી ગુજરાતવાસીઓને અચુક મતદાન કરવા માટે અપીલ કરી હતી.

વડાપ્રધાને ટવીટમાં લોકોને જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેજો અને લોકશાહીને વધુ મજબુત બનાવવા માટે અચુક મતદાન કરજો.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબકકાના મતદાન માટે રાજયમાં ઝંઝાવતી ચૂંટણીપ્રચાર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ટવીટર પર લોકોને મતદાન માટે અપીલ કરી હતી. બીજા તબકકાના મતદાનમાં રાજયના ૧૪ જિલ્લાઓની ૯૩ બેઠકો માટે આગામી ૧૪મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે એક દિવસના આરામ બાદ ફરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલથી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યા નરેન્દ્રભાઈ પ્રથમ વખત ગુજરાતમાં કોઈ ચૂંટણી માટે મતદાન કરશે. આ અગાઉ જયારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી યોજાઈ હતી ત્યારે વડાપ્રધાન વિદેશ યાત્રા પર હોવાના કારણે મતદાનથી વંચિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.