Abtak Media Google News

હીઝ હાઈનેશ પ્રિન્સ આગાખાન બે દિવસની ગુજરાતની મુલાકાતે: ૧૯૬૯માં આગાખાન પેલેસ ભારત સરકારને આપ્યો હતો

હાઈનેશ પ્રિન્સ આગાખાનના હુલામણા નામી વિશ્ર્વમાં જાણીતા પ્રિન્સ કરીમ આગાખાન ભારતની મુલાકાતે આવ્યા છે તેઓ ૨૩,૨૪,૨૫ ગુજરાતમાં અમદાવાદ ખાતે પધાર્યા છે. આગાખાનના અનુયાયીઓ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ભારતમાં લાખોની સંખ્યામાં છે. પ્રિન્સ આગાખાન ૮૨ વર્ષની ઉંમર છતાં અનુયાયીઓને મળવા માટે હજારો માઈલોનો પ્રવાસ કરે છે. પ્રિન્સ આગાખાન વિશ્ર્વના વિવિધ દેશોમાં રહેતા અનુયાયીઓને સમયાંતરે મળવા આવે છે. તેમના સમુદાયની વચ્ચે હાજરી આપે ત્યારે લોકો આશિર્વાદ મેળવે છે.

સ્વૈચ્છિક રીતે બંદગી ઈબાદત અને ધ્યાન ધરવા માટે પ્રેરણા આપે છે. ૧૯૬૯માં આગાખાન પેલેસ ભારત સરકારને આપ્યો હતો. ઈસ્માઈલી ઈમામ પરંપરાના ૪૯માં ઈમામ પ્રિન્સ કરીમ આગાખાને ૧ જુલાઈ ૧૯૫૭ના રોજ માત્ર ૨૦ વર્ષની ઉંમરે દાદા સુલતાન મોહમદ શાહના સ્ળે આગાખાન ચોા તરીકે શપ લીધા હતા. આગાખાન શિયા ઈમામી ઈસ્માઈલી ઈમામ પરંપરાના ૪૯માં ઈમામ છે. પૌત્રને ઈમામ પદ સોંપવામાં આવ્યું હોય તેવું શિયા ઈસ્લામી પરંપરામાં બીજીવાર બન્યું હતું. આગાખાને ૧૯૫૭માં શપ લીધા તે સમય ન્યુક્લિઅર સાયન્સ વિકસ્યુ હતું. આક્ષ તેમને પરમાણુ યુગના ઈમામ તરીકે પણ સંબોધવામાં આવે છે. કરીમ આગાખાન હમેશા પોતાના અનુયાયીઓને બીજી કોમો સો સોહાદપૂર્ણ સબંધો અને ભાઈચારાની પરંપરાને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકે છે. આગાખાન મહમદ પૈગમ્બર સાહેબના કુટુંબિક ભાઈ દામાદઅલીના વશંજ હોવાી શી રીતે તેઓ પૈગમ્બર સાહેબના સીધા વારસદાર માને છે.

આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, મહિલા જાગૃતિ માટે વિશ્ર્વના અનેક દેશોમાં સેવા નેટવર્ક ચલાવે છે. તેને આગાખાન વિકાસ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. સેવાકિય પ્રવૃતિમાં નાત જાત કે ધર્મનો ભેદભાવ રાખતા ની. તેઓ ૩૦૦ી વધુ સ્કુલો ચલાવે છે. હાયર એજયુકેશન માટે પણ યુનિવર્સિટીની પણ સપના કરી છે. એક માહિતી મુજબ પ્રિન્સ આગાખાનના માર્ગદર્શન હેઠળ આફ્રિકા, એશિયા અને મધ્યપૂર્વમાં દર વર્ષે ગરીબોની સેવા માટે ૧૩૦૦ કરોડ રૂપિયા ખર્ચાય છે. ફોર્બ્સ મેગેઝિનમાં રોયલ ધનાઢયનું સન મળ્યું હતું. પ્રિન્સ કરીમ આગાખાન વિશ્ર્વના સૌી ધનાઢય રોયલ ઉદ્યોગપતિ છે. બહાસમાં તેઓ પોતાની માલીકીનો એક ટાપુ ધરાવે છે. એક સમયે પ્રિન્સ આગાખાને ૨૦૦ મિલિયન ડોલરની ૧૬૪ ફૂટ લાંબી પાર્ટ તૈયાર કરાવી હતી. જેનું નામ અલ્મર શાયર રાખ્યું હતું. આ નામ જાણીતી હોર્સ રેસ પરી આપ્યું હતું. તેઓ સંચાર મીડિયા અને લકઝરી હોટલના બ્રિઝનેશમાં આગળ પડતા છે. ૨૦૧૦માં ફોર્બ્સ મેગેઝિનની યાદી મુજબ કરીમ આગાખાનનો ૮૦ મિલીયન ડોલર સંપતિ સો દુનિયાના ૧૦ રોયલ ધનાઢયોમાં સમાવેશ તો હતો. ૨૫ દેશોમાં ૨ કરોડ અનુયાયીઓ ધરાવે છે. પ્રિન્સ આગાખાન ૨ કરોડી પણ વધુ અન્યાયીઓ એશિયા, યુરોપ, અમેરિકા અને આફ્રિકા ખંડના ૨૫ી પણ વધુ દેશોમાં રહે છે. જેમાં કેનેડા, ફ્રાન્સ, યુએસએ, દક્ષિણ આફ્રિકા, કેન્યા, ભારત અને પાકિસ્તાનમાં સૌી વધારે અનુયાયીઓ રહે છે.

પ્રિન્સ આગાખાન પોતાના સમુદાયના ધર્મગુરુ હોવાથી આ વિવિધ દેશોની મુલાકાત લે છે. તેઓ શિરસ્તા મુજબ દેશના મુખ્ય વડાઓ અને પ્રમુખોને પણ મળે છે. ધર્મગુરૂના સ્વાગત માટે તેમના અનુયાયીઓ ધાર્મીક સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.

પ્રિન્સ હોર્સબિડીંગનો પણ શોખ ધરાવે છે. ફ્રાન્સમાં કરીમ આગાખાન વિશાળ હોર્સ રેસીંગ અને બ્રિડીંગ સેન્ટરનું સંચાલન કરે છે. આથી તેઓને ફ્રાંસિસી ઓકસના હુલામણા નામથી પણ સંબોધવામાં આવે છે. આ ઉપરાંત આર્યલેન્ડના કિલ્લુલેન પાસેના ગિલ થઇને સ્ટ્રાસ અને ફ્રાન્સના મેસલીનમાં હારાસ ડી બોનનેવલ બ્રિડીંગ ફાર્મ પણ તેમની માલીકીના છે. માર્ચ ૨૦૦૫માં તેમણે પ્રસિઘ્ધ કૈલ્વાડોસ સ્ટડ પોન્ટ ડીએબીમાં હરાસ ફી ઓલી અને લિવશેરમાં હારાસ ડીવેલ હેનરી હોર્સ ફાર્મ ખરીદા હતા. ૨૦૦૬માં આગાખાન ફેન્ચ ધોકાની નિલામી કરાવીને સૌથી મોટા શેર ધારક એથ્લે હોર્સ ટ્રેડર બની ગયા હતા. તેમના હોર્સ ફાર્મના ઘોડાઓ અનેક ફેમસ રેસ પણ જીતે છે.

ઇસ્લામિક ઇતિહાસનો સડી હાવર્ડમાં કર્યો હતો. પ્રિન્સ કરીમ આગાખાનનું સ્કુલ એજયુકેશન કેન્યાના નૈરોબીમાં થયું હતું. પ્રિન્સ કરીમે સ્વીઝલેન્ડના ઇન્સ્ટીટયુટ લે રોઝીમાં ૯ વર્ષ સ્ટડી હતો જે યુરોપીની સૌથી મોંધી સ્કુલ અને હોસ્ટેલ ગણાય છે. પ્રિન્સની ઇચ્છા વિજ્ઞાનનો અભ્યાસ કરવાની હતી પરંતુ કમીરના દાદાએ ઇસ્લામીક ઇતીહાસનો સ્ટડી કરવાની સલાહ આપતા તેઓએ હાવર્ડ યુનિવસીટીમાં પ્રવેશ લીધો હતો.

૧૯૬૯માં પ્રથમ લગ્ન બ્રિટીશ મોડેલ સારા ફ્રાંસિસ સાથે થયા હતા.

પ્રિન્સ આગાખાનના લગ્ન રર ઓકટોમ્બર ૧૯૬૯ના રોજ બ્રિટનની પૂર્વ મોડલ સારા ફ્રાસિસ ડોકર સાથે થયા હતા લગ્ન થયાના એક મહીના પછી સારાના નુ નામ બેગમ સલીમાં આગા પાડવામાં આવ્યું હતું. ૧૯૮૪ બેગમ સલીમા આગા અને પ્રિન્સ આગાખાને ગે્રબિઅલ જાુલેઇગેન સાથે બીજા લગ્ય કર્યો હતા. ગ્રેબિયલે લગ્ન પછી ૩૦ મે ૧૯૯૮ ના રોજ બેગમ ઇનારા આગાખાન નામ ધારણ કર્યુ હતું. તેઓના પણ સપ્ટેમ્બર ૨૦૧૧માં ફ્રાન્સની કોર્ટ દ્વારા કાયદેસર છુટાછેડા થયા હતા. બેગમ ઇનારા અને આગાખાનનું એક સંતાન પ્રિન્સ અલી મોહમદ છે તેનો જન્મ ૭ માર્ચ ૨૦૦૦ માં થયો હતો.

૧૯૬૪ના ટોકીયો ઓલિમ્પિકસમાં ભાગ લીધો હતો.

૧૯૬૦માં યોજાયેલી ટોકીયો આલિમ્પિકમાં તેમણે ઇરાન દેશના ખેલાડી તરીકે ભાગ લીધો હતો. એ સમયે ઇરાનમાં ધર્મ નિરપેક્ષ અને ઉદાર તાવાદી શાહનું શાસન હતું તેમણે ૧૯૬૬માં નોર્વેમાં યોજાયેલી સ્ટુઇગ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધા હતા. આ ઉપરાંત તેઓ હોકી અને ફુટબોલમાં પણ રસ ધરાવે છે. પ્રિન્સ આગાખાન પૂર્વ  જ ઇરાનથી મુંબઇ આવ્યા હતા. હસનઅલી આગાખાન પ્રથમનું મુળ નામ હસનઅલી  શાહ હતું જે શિયાઇમામીઓના ૪૬માં ઇમામ હતા  તેમનો જન્મ ઇ.સ. ૧૮૦૦ માં થયો હતો તેઓ નિઝારી ઇસ્લામી વિચાર ધરાવતા ધાર્મિક નેતા હતા હસનઅલી પોતાને મહંમદ પૈગમ્બરની પૂત્રી ફાતિમા અને દામાદઅલી તેમજ ઇજિપ્તના ખલીફઓના વંશ જ દર્શાવતા હતા.તેઓ ઇરાનના ફરમાન પ્રાંતના શાસક હતા. આ ઉપરાંત તેઓ ઇરાનના હતેતુઅલી શહિના શાહના ખૂબ જ પ્રિય હતા. આથી ઇરાનના શાહે ઇ.સ. ૧૮૧૮ માં આગાખાન એટલે કે મુખ્ય સેનાપતિની પદવી આપી હતી.

Img 20180222 Wa0035આવા સંજોગોમાં તેમણે ઇ.સ. ૧૮૨૮માં વિદ્રોહ કર્યો હતો વિદ્રોહમાં તેઓ હારી જતાં ભારત ભણી પ્રયાણ કર્યુ હતું. ભારતમાં એ સમયે અંગ્રેજો પોતાનું શાસન જમાવવાની શતરંજ બીછાવી રહ્યા હતા. તે સમયે તેમણે અંગ્રેજોને મદદ અને સમર્થન આપતા બ્રિટીશ સરકારે માન, મરતબો અને આપતા હાલના મુંબઇ શહેર પાસે આવીને વસ્યા હતા.

૧૯૬૯માં આગાખાન પેલેસ ભારત સરકારને આપ્યો હતો. પુનામાં આગાખાન પેલેસે ખુબ જ જાણીતું ઐતિહાસિક સ્મારક છે તેનો ઇતિહાસ આઝાદીના આંદોલન સાથે જોડાયેલો છે. આ ભવન સુલતાન, મોહમદશાહ આગાખાન તૃતિયએ ઇ.સ. ૧૮૯૨ મા બંધાવ્યું હતું. આ ઐતિહાસિક ભવનમાં મહાત્મા ગાંધી, કસ્તુરબા અને મહાદેવભાઇ દેસાઇ જેવા આઝાદીના અનેક લડવૈયાઓને અંગ્રેજો એ કેદી તરીકે રાખ્યા હતા. કસ્તુરબા અને મહાદેવભાઇ દેસાઇનું અવસાન આગાખાન પેલેસમાં થયું હતું. તેમના સ્મારક આ પેલેસના બગીચામાં રાખવામાં આવ્યા છે નામદાર કરીમ આગાખાન આ સ્મારક ને ઇ.સ. ૧૯૬૯માં ભારત સરકારને દાનમાં આપી દીધું હતું.

૨૦૧૪માં કેનેડાની સંયુકત સંસદને સંબોધી હતી કરીમ આગાખાને વિશ્ર્વના જટિલ રાજકારણ અને આર્થિક પરિવર્તન વચ્ચે શિયા ઇમામી ઇસમાઇબી, સમુદાયનું નેતૃત્વ સંભાળીને સૌને પભાવીત કર્યા છે. આફ્રિકી દેશોની સ્વતંત્રતાની વાત હોય.

યુગાન્ડામાં એશિયાઇ દેશોની હકાલ પટ્ટી કરવાની ઘટના હોય કે પછી સોવિયત સંઘ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની અશાંતિ હોય તેઓએ હંમેશા માનવતાનો પક્ષ લીધો છે. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૪ ના રોજ કેનેડાની સંસદમાં સંયુકત સત્રને સંબોધિન કરનારા તેઓ વિશ્ર્વના પ્રથમ મહાનુભાવ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.