Abtak Media Google News

તાજેતરમાં યોજાયેલા રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા એક્સ્પો-2023 દરમિયાન ઉદ્યોગ સંસ્થા ઇન્ડિયન બાયોગેસ એસોસિએશન (આઈબીએ)ને રૂ. 2,755 કરોડના નવા રોકાણોની કુલ પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ છે.

ભારતીય બાયોગેસ એસોસિએશન ઓફ ઓપરેટર્સ ઉત્પાદકો અને બાયો-એનર્જી પ્લાન્ટ્સના આયોજકોને એક્સ્પો દરમિયાન કુલ રૂ. 2,755 કરોડના રોકાણની પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ છે, તેવું આઈબીએના ચેરમેન ગૌરવ કેડિયાએ જણાવ્યું છે. 4 થી 6 ઓક્ટોબર દરમિયાન ગ્રેટર નોઈડામાં રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા (આરઈએ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન એસોસિએશને અનેક સંયુક્ત સાહસ (જેવી) કરારો કર્યા છે.

ત્રણ વર્ષમાં બાયોગેસ ઇન્ડિયા અલગ અલગ રાજ્યોમાં સ્થાપશે પ્લાન્ટ

આ સિવાય કેટલાક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા અને લેટર્સ ઓફ ઈન્ટેન્ટ (એલઓઆઈ) પણ મળ્યા છે. કેડિયાએ કહ્યું કે ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલ વચન ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. કેડિયાએ કહ્યું કે જર્મની, સ્વીડન અને ઇટાલી જેવા વિવિધ દેશોની કંપનીઓએ તેમાં ભારે રસ દાખવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, અમે રૂ. 1,000 કરોડથી વધુના સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ઉપરાંત દેશમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે વધુ 54 એલઓઆઈ ટૂંક સમયમાં મળી જશે.

આઈબીએ ભારતમાં બાયોગેસ પ્લાન્ટ ઓપરેટર્સ, ઉત્પાદકો અને આયોજકોનું પ્રથમ રાષ્ટ્રીય સ્તરનું વ્યાવસાયિક બાયોગેસ એસોસિએશન છે. ેસોસિએશનની સ્થાપના 2011 માં કરવામાં આવી હતી અને બાયોગેસ દ્વારા હરિયાળા ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે 2015 માં સુધારો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.