Abtak Media Google News

વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મળે તે માટે તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા શિક્ષણમંત્રીને લેખિત રજુઆત

રાજકોટ જિલ્લા સહિત રાજ્યની ગ્રાન્ટેડ માદયમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી સત્વરે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે શિક્ષણ બોર્ડના સભ્યોએ શિક્ષણમંત્રી ચુડાસમાને લેખિતમાં રજુઆત કરી છે.

Advertisement

સમગ્ર મામલે શિક્ષણ બોર્ડના સભ્ય ડો.લીલાભાઈ કડછા અને ડો.પ્રિયવદન કોરટે જણાવ્યું હતું કે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં ૧૫મી ઓગષ્ટ સુધી વેકેશન છે, સાથોસાથ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ શિક્ષણ મળી રહે તે હેતુથી શાળાઓને ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકવા આદેશ આપ્યો છે. પરંતુ હાલમાં શિક્ષકોની ઘત હોય તેમજ અમુક શાળાઓમાં કાયમી શિક્ષકો પણ નથી જેથી ઘટતા શિક્ષકોની ખોટ પુરી કરવા સરકાર દ્વારા સમયાંતરે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ સરકાર દ્વારા આ ભરતી કરવામાં આવી નથી. માટે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઇન શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુથી સત્વરે ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.