Abtak Media Google News

પુ. આગામોધ્ધારક આનંદ સાગરસુરીશ્ર્વરજી મહારાજ સા.ના સમુદાય વતી પુષ્પ સુમલ્ય પરિવારના સતાવધાની પુ. શુભોદયાશ્રીજી મહારાજ સા.ના શિષ્યા પુ. સુરુદુમા શ્રીજી મહારાજ સા. તા.૨૫ના રોજ મહાવીર પુરમ તીર્થ મધ્યે કાળધર્મ પામ્યા છે.

પૂ. સુરદ્રુમા શ્રીજી મહારાજ સા.નું સંસારી નામ હંસાબેન અને તેઓ જયુસુખલાલ-ત્રંબકલાલ બખાઇની સુપુત્રી અને નરેન્દ્રભાઇ, લલીતભાઇ, પરેશભાઇના સંસારી બહેન હતા અને તેઓએ આશરે ૪૩ વર્ષ પહેલા રાજકોટ મુકામે પૂ. શુભોદયા શ્રીજી મહારાજ સા.ના શિષ્યા બની દીક્ષા અંગીકાર કરી હતી.

પુ. સુરદ્રુમા શ્રીજી મહારાજ સા.એ તેમના સંગમ જીવનમાં ખૂબજ ઉચ્ચ ધાર્મિક અભ્યાસ કરેલ અને પકખીસુત્ર સંપૂર્ણ કંઠસ્થ કરેલ તેમજ તેઓએ તેમના સંયમ જીવન દરમિયાન સળંગ ૨૨૯ છઠ, સળંગ ૧૦૮ અઠમ તેમજ માસ ક્ષમણ, સિધ્ધીતપ, શ્રેણી તપ-૨ વર્ષિતપ, સમવરણ તપ, વર્ધમાન તપની ૫૬ આયંબીલ ઓળી, સહસ્ત્ર તપ, વિસસ્થાનક તપ, શત્રુજય તપ, જય આગમ તપ, મોક્ષદંડ તપ, નવકાર મંત્રના અક્ષર મુજબ ૬૮ ઉપવાસ, કંઠાભરણ તપ, ૨૮ લબ્ધીના છઠ, સહસ્ત્ર ફુટતપ, કલ્યાણક તપ, વિગેરેની ઉગ્ર તપશ્ર્ચર્યાઓ કરેલ અત્રે વિશેષ નોંધનીય બાબતએ છે કે મહાવીરપુરમ તીર્થના નિર્માણ કાર્ય ચાલુ થયુ ત્યારથી પ્રતિષ્ઠા થાય તે શુભ આશયથી ૧૦૮ અઠમ કરેલ.

પુ. સુરદ્રુમા શ્રીજી મહારાજ સા. મહાવીરપુરમ તીર્થના પાયાના પથ્થર સમાન હતા અને તેઓએ તેમના અંતિમ શ્ર્વાસ પણ મહાવીર પુરમ તીર્થ ખાતે જ કરવામાં આવી હતી. પૂ. સુરદ્રુમા શ્રીજી મહારાજ સા.ની અંતિમક્રિયા સમયે મહાવિર પુરમ તિર્થના ટ્રસ્ટીઓ દિલેશભાઇ જે. શાહ, ઉદયભાઇ, અક્ષયભાઇ શેઠ, લલિતભાઇ બખાઇ, બ્રિજેશભાઇ બગડીયા, મિલનભાઇ શાહ, આશીષભાઇ શાહ વિગેરે હાજરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.