Abtak Media Google News

સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૬૧૦ એમસીએફટી પાણી ઠાલવવા સિંચાઈ વિભાગ મારફત સરકારમાં દરખાસ્ત રજૂ કરતું કોર્પોરેશન

આગામી ૩૧મી માર્ચ બાદ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ડુકી જાય તેવી પરિસ્થિતિસર્જાવાની છે. ત્યારે રાજય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૬૧૦ એમસીએફટી નર્મદાનું પાણી ઠાલવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકારમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી આપવા માટે આજી ડેમમાંથી ૧૧૦ એમએલડી, ન્યારી ડેમમાંથી ૫૦ એમએલડી અને ભાદર ડેમમાંથી ૪૫ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. આજી ડેમ ૩૧મી માર્ચ, ન્યારી ડેમ ૩૦ જુન અને ભાદર ડેમમાં ૩૧મી જુલાઈ સુધી ચાલે તેટલો જળ જથો ઉપલબ્ધ છે. હાલ શહેરમાં પાણી વિતરણ કરવા માટે આજી, ન્યારી અને ભાદરમાંી ૨૦૫ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે જયારે બેડી ફીલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમએલડી, ન્યારા એડવર્ક ખાતે ૭૦ એમલેડી, કોઠારીયા વાવડી માટે ૧૦ એમએલડી સહિત ટોટલ ૧૦૫ એમએલડી પાણી નર્મદાનું ઉપાડવામાં આવે છે. આ લોકલ સોર્સમાંથી ૨૦૫ અને નર્મદાનું ૧૦૫ એમએલડી મળી ૩૧૦ એમએલડી પાણી દૈનિક વિતરણ માટે ઉપાડવામાં આવે છે.

૩૧મી માર્ચ બાદ આજી ડેમમાંી પાણી ખલાસ ઈ જશે. આજી ડેમમાં સૌની યોજના મારફત ૬૧૦ એમસીએફટી પાણી ઠલાવવા માટે મહાપાલિકા દ્વારા સિચાઈ વિભાગ મારફત રાજય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.