Abtak Media Google News

ખાળે કુચા અને દરવાજા મોકળા જેવો રેમડેસિવરનો ઘાટ

કેસ વધુ નથી તો ઇન્જેકસનો જથ્થો કયાં પગ કરી જાય છે: હાઇકોર્ટ

ડ્રગ્સ એન્ડ કંન્ટ્રોલ-આરોગ્ય વિભાગ ‘વેન્ટીલેટર પર’

 

Advertisement

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરે દેશને હમચાવી દીધી છે. મહામારીમાં મડદા પર કૌભાંડીયાઓ ભારી પડ્યા છે. ત્યારે ડ્રગ્સ એન્ડ કંન્ટ્રોલ અને આરોગ્ય વિભાગની કામગીરી ‘અબતક’ એ બજાવી મિડિયા ધર્મ બજાવ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પૂર્વ દર્દીને ઇન્જકેશન આપ્યા વિના રૂ.45 હજાર પડાવવાના કારસાની હજી શાહી સૂકાય નથી ત્યા લેભાગુ તત્વો દર્દીઓનો મજબૂરીનો લાભ લઇ રેમડેસિવર ઇન્જેકશન કાળા બજાર થતા હોવાની ‘અબતક’ મિડિયાને ધ્યાને આવતા પોલીસને સાથે રાખી ‘અબતક’ ઇન્જકેશનના કાળા બજારનો પર્દાફાશ કરી ખાનગી હોસ્પિટલના સ્ટાફ સહિત બે શખ્સોને ક્રાઇમ બાંચે ઉઠાવી લીધા છે. પોલીસ કૌભાંડ મુળ સુધી પહોંચી અને ઇન્જેકશનના કાળા કારોબારના મુળ સુધી પહોંચશે.

કોરોનાના દર્દીની સારવાર આપતી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખાતે લેભાગુ તત્વો મહામારીનો લાભ લઇ રેમડેસિવિટ ઇજેન્કશનનો કાળા બજાર કરતા હોવાની ‘અબતક’ મિડિયાને ધ્યાને આવતા તેઓ ખાનગી રાહે તપાશ કરતા મુળ ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રાખપર ગામનો અને હાલ ગોકુલધામ સોસાયટીમાં રહેતો અને હોમકેરનો નામે વ્યવસાય કરતો દેવાંગ મેણશી મેર નામનો શખ્સ બજાર ભાવથી ત્રણ ગણા ભાવે વેંચતો હોવાની ધ્યાને આવ્યું હતું.

‘અબતક’ ટીમે દેવાંગ મેરનો સંપર્ક કરી ત્રણ ઇન્જેકશનની માંગ કરતા રૂ.30 હજાર થાશે તેમ કહ્યુ હતું અને અરજન્ટ ઇજેન્કશની જરૂરીયાત છે તેવુ કહેતા દેવાંગ મેર રાત્રે ઇન્જેકશન મળહે તેવુ કહ્યુ હતું. બાદ દેવાંગ મેર ઇન્જેકશનની ડિલીવરી કરવા એક યુવતિ સાથે આવ્યો હતો અને ત્રણ ઇન્જેકશન આપ્યા હતા અને બાકી રકમ માટે દેવાંગ મેરએ સંપર્ક કરી અને વધુ એક ઇન્જેકશન છે કોઇને જોતુ હોય તેમ કહ્યુ હતું.

‘અબતક’ મિડીયાની ટીમે આ મામલાની ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી છટકું ગોઠવ્યું છે.

‘અબતક’ મિડિયાની ટીમે વધુ ઇન્જેકશનની માંગ સાથે દેવાંગ મેણશીનો સંપર્ક કરતા રાત્રે રેમડેસિવિટ ઇન્જેકશન ગુરૂપ્રસાદ ચોક ગુણાવીતનગરના રસ્તે ડિલીવરી આપવા આવવાનું કહેતા ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. વી.જે. જાડેજા સહિતના સ્ટાફ દ્વારા વોંચ ગોઠવી હતી.

ગોઠવેલી વોંચમાં દેવાંગ મેર ‘અબતક’ ગોઠવેલા છટકામાં ક્રાઇમ બ્રાંચના હાથે રંગે હાથે ઝડપી લઇ રેમડેસિવિલ ઇન્જેકશન સહિતના મુદ્દામાલ કબ્જે કર્યા હતા.

ઝડપાયેલા દેવાંગ મેરની આકરી સરભરા કરતા તેણે આ ઇન્જેકશન મુળ તાલાલાના ટીખોર ગામનો વતની અને બસ સ્ટેન્ડ નજીક સત્કાર કોવિડ હોસ્પિટલમાં નોકરી કરતા પરેશ અરશી વાજા નામના શખ્સ પાસેથી લાવ્યાની કબુલાત આપતા પોલીસે પરેશ વાજાની સકંજોમાં લીધો છે.

પકડાયેલો દેવાંગ મેરે નશીંગનો કોર્ષ કરેલો હોય અને હોમકેર તરીકે કામકાજ કરે છે. હાલની મહામારીમા રેમડેશીવીર ઇન્જેકશનની માંગ ખુબ જ વધતા મિત્ર પરેશ અરશી વાજા પાસેથી ઇન્જેકશન મેળવી અને 10 હજારમાં વેચતા હોવાની કબુલાત આપી હતી.

પરેશ અરશી વાજા આ ઇન્જેકશનના જથ્થો કર્યાથી મેળવ્યો અને તબીબની સંડોવણી હોવાની અને ડિલીવરી દેવા દેવાંગ મેર આવ્યો ત્યારે તેની સાથે આવેલી યુવતિનો આ કાળા કારોબાદમાં શું ભૂમિક છે તે પણ તપાશનો વિષય છે.મહામારીમાં ઇન્જેકશનના કાળા કાબોકારના પ્રકરણમાં ડ્રગ્સ કંન્ટ્રોલ અને આરોગ્ય તંત્ર ધોર નિંદ્રમાં હોય તેમ માત્ર કાગળ પર કામગીરી કરી સંતોષ માની રહી છે. કે જવાબદારીથી છેટા ભાગી રહ્યા છે.ક્રાઇમ બાંચે વધુ તપાશ માટે અને કૌભાંડના મુળ સુધી પહોંચવા બંન્ને શખ્સોની રિમાંન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવી, પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઇ નિમાવત, રાજદીપસિંહ ગોહિલ, હેડ કોન્ટસ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ ઝાલા ફરજ બજાવી હતી.

લેભાગુ તત્વોનો ભોગ બનેલાએ ક્રાઇમ બાંચનો સંપર્ક કરવો

હાલમાં કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ ખુબ જ વધવા પામેલ છે અને જેમાં સંક્રમીત દર્દીના પરિવાર જનો દ્વારા રેમડેશીવીર ઇન્જેકશન મેળવવા માટે લેભાગુ તાત્વોના ભોગ બની અને ઇન્જેકશનની મુળ કિંમત કરતા ખુબ જ વધુ કિમત ચુકવી ઇન્જેકશન મેળવતા હોય છે અને જેના કારણે સમાજના આવા લેભાગુ તત્વો જે લોકોની મજબુરીનો લાભ ઉઠાવતા હોય છે જેથી લોકોએ જાગૃત થઇ અને આવા કોઇ લેભાગુ ઇસમોનો કોઇ ભોગ બનેલ હોય તો શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો.

સિવિલ તંત્ર દ્વારા કેમ તપાસ થતી નથી? સ્ટોકની જવાબદારી કોની?

કોરોનાની મહામારીમાં પણ કાળાબજારીયાઓ બેફામ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે લોકોને પડતી હાલાકીઓમાં તંત્ર બેસી ગયું છે ત્યારે ’અબતક’ દ્વારા આવા ઇન્જેક્શનના કાળાબજારીયાઓનો ભાંડો ફોડવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ સિવિલ હોસ્પિટલમાં પણ આ જ રીતે દર્દીઓના સગાઓને છેતરવાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં સિવિલના પ્રાંગણમાં પડ્યા પાથર્યા રહેતા મળતીયા અને ભાજપના અગ્રણી સંજય ગોસ્વામીનું નામ ખુલ્યું હતું. પરંતુ આવા મોટા કૌભાંડમાં માત્ર નાના પાયદડીયાઓને ઝડપી મોટા માથાઓ હજુ પણ પોલીસના સંકજમાંથી દૂર છે. સંજય ગોસ્વામી દ્વારા બારોબાર ઇન્જેક્શનના સોદા અને દાખલ દર્દીઓને વગર ઇન્જેક્શન આપ્યે હજારો રૂપિયા ખંખેર્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.જેથી હવે લોકોને પણ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં કાળાબજારીયાઓ કોના દમ પર ફાવી જાય છે તેની તપાસ થવી ખૂબ આવશ્યક બની છે. શહેરમાં સિવિલ હોસ્પિટલમાં જ કોરોનાની સારવાર માટે સૌથી વધુ દવા અને ઇન્જેક્શન આવતા હોય છે. ત્યારે ઘણા દર્દીઓના સગા સંબંધીઓ એક ઇન્જેક્શન માટે કગરી રહ્યા તેવા સમયે આવા કૌભાંડિયાઓને કોની દયાથી ઇન્જેક્શન અને દર્દીઓના સગા સંબંધીના મોબાઈલ નંબર મળી રહ્યા છે. જેના કારણે સંજય ગોસ્વામી જેવા કૌભાંડિયાઓ લોકોને છેતરી રહ્યા છે.  આવા સમયે સિવિલ હોસ્પિટલના તંત્ર સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આવતા ઇન્જેક્શનના સ્ટોક અને દવાઓના સ્ટોકની જવાબદારી કોની હોય છે? જો તંત્રને કરવાનું કામ મીડિયા કરી શકે છે તો અંદર ચાલતા કૌભાંડ પર તંત્ર શુ કરી રહ્યું છે.

રેમડેસિવીર ઇન્જેક્શન માટે આધાર પુરાવા જરૂરી: બીજી તરફ કાળાબજારીઓનું બેફામ વેચાણ

કોરોનાની વકરતી જતી પરિસ્થિતિ સમયે તંત્ર એક તરફ દર્દીઓની સારવારને પહોંચી વળવા અને રેમડેસિવીર ઇન્જેક્શન માટે દર્દીઓના જરૂરી કાગળીયઓ માંગી રહ્યું છે. તો બીજી તરફ કાળાબજારીયાઓ મોટી રકમ હડપીને બેફામ ઇન્જેક્શનનું વેચાણ કરી રહ્યા છે. કોરોનામાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓની સારવાર માટે રેમડેસિવીર ઇન્જેક્શન ખૂબ જ જરૂરી હોય છે. જેથી ઇન્જેક્શન માટે દર્દીઓના સંબંધીઓને અનેક પુરાવા માંગી રહ્યા છે. રેમડેસિવીર ઇન્જેક્શન માટે દર્દીઓના આધારકાર્ડ, તબીબ દ્વારા આપેલું પ્રિક્સ્ક્રીપશન અને આરટી-પીસીઆર રિપોર્ટના પુરાવા આપવા પડે છે. જીવન સાથે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને આટલી જહેમત બાદ માંડ ઇન્જેક્શન મળે છે. તો બીજી તરફ કાળાબજારીઓ કોઈ પણ જાતના પુરાવા વગર માત્ર મોટી રકમો પડાવીને રેમડેસિવીર ઇન્જેક્શનનું બેફામ વેચાણ કરી રહ્યા છે. કાળાબજારમાં ઇન્જેક્શનના અનેક ગણા ભાવ વસૂલીને તંત્રની મીઠી નજર વચ્ચેથી રેમડેસિવીર ઇન્જેક્શનનું કાળાબજારી થઈ રહ્યું છે. ત્યારે આવા કપરા સમયે લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ખિસ્સા ખંખેરતા લેભાગુઓ પરથી ’અબતક’ દ્વારા પડદો ઉઠવામાં આવ્યો છે. લોકોમાં હવે તંત્ર સામે રોષ દેખાઈ રહ્યો છે અને સાથે ઇન્જેક્શનનું પારદર્શક વહેંચાણ થાય તે માટે પણ તંત્રને માંગ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.