Abtak Media Google News

હાલ કોરોના બીમારીનેઈને અનેક વૃધ્ધાશ્રમ આર્થિક મુશ્કેલીમાં છે. વૃધ્ધાશ્રમોને મળતું દાન અને આર્થિક મદદમાં પણ ઘટાડો થયો હોવાની વાત જાણવા મળી છે. આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા આવા કેટલાક વૃધ્ધાશ્રમો બંધ થવાની તૈયારીમાં હોવાની અને એ બંધ થાય તો એમાં આશ્રય લઈ રહેલા હજારો વૃધ્ધો નિરાધાર થવાની કમનશીબ શકયતા ઉભી થઈ તો એમાં આશ્રય લઈ રહેલા હજારો વૃધ્ધો નિરાધાર થવાની કમનશીબ શકયતા ઉભી થઈ છે. ફંડના અભાવે હાલ અનેક વૃધ્ધાશ્રમો જીવન જરૂરીયાતની વસ્તુઓ અને દવાની તંગી અનુભવી રહ્યા છે.ગુજરાતના તમામ વૃધ્ધાશ્રમના વડીલોને દરમહિને ૧૫૦૦ રૂપીયાની કાયમી સહાય આપવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી દ્વારા વિનંતી કરાઈ છે. તેજ રીતે ગુજરાતનાં તમામ વૃધ્ધાશ્રમના વડીલોને તમામ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર નિ;શુલ્ક ઉપલબ્ધ કરાવવા તથા મા અમૃતમ, માં વાત્સલ્ય તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ તથા આ પ્રકારની અન્ય યોજનાઓનો લાભ વૃધ્ધાશ્રમના આશ્રિતોને મળે, અથવા તંત્ર રૂબરૂ જઈને આ બધા વડીલોને કાર્ડ કાઢી આપવા તેમજ લાભ મળે તેવી વ્યવસ્થા કરાવવાવિનંતી કરાઈ છે.

આ કાર્ડોમાં કવર થતી બીમારીઓ સિવાય પણ અન્ય નાની મોટી તમામ બીમારીઓની વૃધ્ધાશ્રમના વડીલોને રાજયની તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર તેમજ દવા મળે તેવી મિતલભાઈ ખેતાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.