Abtak Media Google News

ચોમાસાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા ત્યારે યુનિવર્સિટીને જળસંચય યાદ આવ્યું

૩૧મીએ રાજયભરમાં જળસંચય અભિયાનની પૂર્ણાહુતી

રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયના તળાવોને ઉંડા ઉતારવાની કામગીરી અને બ્યુટીફીકેશનની કામગીરીનો ૧લીમેથી આરંભ કર્યો હતો જે અંતર્ગત રાજયમાં જુદા-જુદા તળાવો ઉંડા ઉતારવાની કામગીરી આરંભાઈ હતી જેની ૧લીમેના રોજ પૂર્ણાહુતી થશે. ચોમાસાના આડે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જળસંચય યાદ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા ચાર તળાવોને ઉંડા ઉતારવાની કામગીરીની દરખાસ્ત રાજકોટના મ્યુનિ.કમિશનર અને કલેકટર સમક્ષ મુકવામાં આવી છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલામ્બરીબેન દવેએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચાર તળાવ જેમાંના એક ફાર્મસી ભવનની પાછળનું તળાવ બીજુ સચિનાનંદ તળાવ અને મુંજકા પાછળ આવેલું તળાવ તેમજ એક નાના ચેકડેમને ઉંડા ઉતારવાની કામગીરીની દરખાસ્ત રાજકોટના મ્યુનિ.કમિશનર અને કલેકટર રાહુલ ગુપ્તા સમક્ષ મુકવામાં આવી છે.

જેમાં બે તળાવ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો ઉંડા ઉતારવાની કામગીરીની દરખાસ્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જળસંચય કામગીરી યાદ આવી છે. રાજય સરકાર દ્વારા ૧લીમેથી સુજલામ-સુફલામ અભિયાન હેઠળ જળસંચયની કામગીરી અને તળાવો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે આગામી ગુરુવારના રોજ પૂર્ણ થવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.