Abtak Media Google News

અમદાવાદ ખાતે કિન્નાખોરી નીતિ સામે કોંગ્રેસના સુત્રોચ્ચાર

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા  સોનિયા ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણાંમાં મોટી સંખ્યામાં કાર્યકરો  આગેવાનો જોડાયા હતા. પેપર ફૂટે, મોંઘવારી સતત વધે, રૂપિયાનું સતત ધોવાણ થાય, વેપાર ધંધા પડી ભાંગે, બેરોજગારી, મહિલા સુરક્ષા, કર્મચારીઓ પોતાના હક્ક અધિકાર સહિતના પ્રશ્નો માટે લડત આપે તો વારંવાર પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી ભાજપ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ મજબુતાઈથી જનતાનો અવાજ રજુ કરશે.સતત જનતાના અવાજ ઉઠાવતા કોંગ્રેસ પક્ષના નેતાના સત્યથી મોદી સરકાર ડરી ગઈ છે. સત્યને દબાવી શકાતુ નથી, ઝુકાવી શકાતુ નથી. ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે.

Advertisement

કોંગ્રેસ પક્ષ સામાન્ય – મધ્યમવર્ગ, શોષિત – વંચિત, ગરીબ, ખેડૂતો, દલિત સહિતના લોકોનો અવાજ મજબુતાઈથી ઉઠાવતા રહ્યાં છે. કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરતી ભાજપ સરકારના હથકંડાઓથી કોંગ્રેસ પક્ષ ના ડરશે, ના ઝુકશે, ના દબાશે, કોંગ્રેસપક્ષ ફક્ત સત્યના રસ્તે ચાલી ભાજપના તમામ પ્રયાસોને વિફળ કરશે.

નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક  મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે? કોંગ્રેસ પક્ષ એ ગાંધી-સરદારની ઉત્તરાધિકારી છે.

જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં. ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પૂરા દિવસના ધરણામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ  જગદીશ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય  હિંમતસિંહ પટેલ, એ.આઈ.સી.સી.ના ચૂંટણી પ્રભારી શોભાબેન ઓઝા, સહપ્રભારી શકીરજી, વરિષ્ઠ નેતા   રાજુભાઈ પરમાર, ડો. જીતુભાઈ પટેલ,   બિમલ શાહ,  પંકજ શાહ,  પંકજ પટેલ, ડો. મનિષ દોશી,   બળદેવ લુણી,   રાજુભાઈ બ્રહ્મભટ્ટ,  ઈકબાલ શેખ,  ગીતાબેન પટેલ, શ્રી ગીતાબેન પટેલ, દીપસિંહ ઠાકોર,  બાબુભાઈ વાઘેલા,   નઈમ મિર્ઝા,  ભીખુભાઈ દવે,  ઉમાકાંત માંકડ,   સી.એમ. રાજપુત,  ધર્મેન્દ્ર પટેલ,   હિરેન બેંકર, શ્રી કમલેશ પટેલ, ગુલાબખાન રાઉમા, મહિલા કોંગ્રેસ પ્રમુખ  જેનીબેન ઠુંમર, અમદાવાદ શહેર પ્રમુખ  નીરવ બક્ષી, કોર્પોરેશન નેતા  શેહઝાદખાન પઠાણ, અમદાવાદ શહેર મહિલા પ્રમુખશ્રી હેતાબેન પરીખ, મંદાકીનીબેન પટેલ,   કલ્પનાબેન પટેલ, જીગીશા પટેલ, વડોદરા શહેર પ્રમુખ  ઋત્વીજ જોષી,   હબીબ મોદન,   અમૃત પંડ્યા,   કેતન પરમાર, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ-મોદી સરકારની કિન્નાખોરીની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.