Abtak Media Google News

છેલ્લા થોડા વર્ષોથી ઈન્ટરનેટના બહોળા ઉપીયોગથી સોશ્યિલ મીડિયા, યૂટ્યૂબ જેવા એપ્લિકેશનનો વ્યાપ વધ્યો છે. આ સાથે લોકોની કળા, આવડત વિશ્વના ખૂણે ખૂણા સુધી પોહચી છે. યૂટ્યૂબની સફળતા પાછળ મહત્વનો ભાગ છે, તેમાં આવતું કન્ટેન્ટ. આ કન્ટેન્ટ ક્રિએટરો દ્વારા ખુબ લગન, મહેનતથી બનાવામાં આવે છે. 1 જૂન 2021થી લાગુ પડતી યૂટ્યૂબની પોલિસીએ કન્ટેન્ટ ક્રિએટરો માટે મુશ્કેલીઓ વધારી છે. યૂટ્યુબની આ નવી પોલીસીને લઇને ભારતમાં વિરોધ શરૂ થયો છે.

જાણીતા મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરીએ પોતાના ટ્વિટર પર આ બાબતે એક લેટર લખી યૂટ્યુબ સામે #PeaceFulProtest સાથે વિરોધ દર્શાવ્યો છે. સંદિપ માહેશ્વરીએ લેટરમાં લખ્યું છે, ‘મારી યૂટ્યુબ ચેનલ પર 20 મિલિયન સબસ્ક્રાઈબર છે. મારી ચેનલ કોઈ નફો કમાવા માટે શરૂ કરવામાં આવી નથી. મારા વીડિયોથી લોકોને રોજબરોજની જિંદગીમાં ફાયદા થાય છે. જયારે લોકો મારો વીડિયો જોવે ને વચ્ચે એડ આવે તેમાં તેનું ફોક્સ વિખાય જાય છે. યૂટ્યુબ પૈસા કમાવા માટે આ એડ વચ્ચે મૂકે તે કન્ટેન્ટને નુકશાન કારક છે.’


સંદીપ મહેશ્વરીએ પોતાનો વિરોધ દર્શાવતા આગળ કહ્યું કે, ‘જો યૂટ્યુબને એડથી પૈસા મળતા હોય તો એ કન્ટેન્ટ ક્રિએટરો પાસેથી લઈ શકે અને કન્ટેન્ટને એડ ફ્રી કરે. મને આ બાબતે મહિને પૈસા આપવામાં કોઈ વાંધો નથી. મારા વોચરને એડ ફ્રી કન્ટેન્ટ જોવા મળે તો હું તેના માટે પૈસા આપવા રાજી છુ.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.