Abtak Media Google News
  • યુનેસ્કોએ આપ્યું પ્રમાણપત્ર
  • પેરિસ ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસીરિયા એ પ્રમાણપત્ર સ્વીકાર્યું: મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવી

દેવીશક્તિની આરાધનાનું જ્યોતિર્મય માધ્યમ ‘ગરબો’ તો ગુજરાતની ગૌરવવંતી ઓળખ છે. ‘નવરાત્રિની શક્તિપૂજા ભારતીય સંસ્કૃતિનો અમર વારસો છે અને દેવીશક્તિની આરાધનાનું જ્યોતિર્મય માધ્યમ ‘ગરબો’ તો ગુજરાતની ગૌરવવંતી ઓળખ છે. નવલાં નોરતાંની રાતોએ માતાજીના ચાચર ચોકમાં કે શેરી-સોસાયટીઓમાં આબાલવૃદ્ધ સૌ શણગાર સજીને રાસ-ગરબાની રમઝટભરી સૂરાવલિઓ રેલાવે છે. રાસ-ગરબામાં ભમતાં વર્તુળોમાં સંગીત, નૃત્ય અને ગીતનો તેમજ સૂર, તાલ અને લયનો ત્રિવેણી સંગમ છે..ત્યારે

ગુજરાતના દર વર્ષ નવરાત્રિના સમયે 9 દિવસના ગરબાનું આયોજન થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો એક સાથે માં અંબેની આરાધનાના પર્વને ઉજવે છે  ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી. ત્યારે હવે યુનેસ્કો દ્વારા હાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું …

ગુજરાતના ગરબા હવે દેશવિદેશમાં ખ્યાતિ પામી રહ્યાં છે. ત્યારે ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધી મેળવી છે. યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. 22 માર્ચ 2024ના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને  આપ્યું છે. આમ, યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ’અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે…

ઉલેખનીય છે કે  યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ  નગરદેવી માં ભદ્રકાળીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તથા રાસ ગરબાના વિવિધ પ્રકારોને સમાવેશ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.