Abtak Media Google News

વૈશ્ર્વિક મહામારી કોરોના વાયરસે સમગ્ર દુનિયા હચમચાવી મુકી છે. શરૂઆતમાં તો લોકો કોરોનાનું નામ સાંભળતા જ ડરી જતા હતાં. કોરોના વાયરસમાં મોટાભાગના દર્દીઓ અને ખાસ કરીને મોટી ઉંમરના લોકો પોતાના મજબૂત મનોબળથી જ સ્વસ્થ થયાં છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રો.ડો.ધારા દોશી કોરોનાને વાયરસ કરતા મનોરોગ હોવાનું જણાવે છે.

પ્રશ્ન:: કોરોનાના આ સમયમાં કેવા પ્રકારના પ્રશ્નો પહેલી લહેર અને બીજી લહેરમાં આવ્યા છે?

જવાબ: 22 માર્ચ 2020થી અમારું મનોવિજ્ઞાન ભવન કાર્યરત હતું. પ્રથમ લહેરની અંદર આશરે 70,000 જેટલા લોકોને માનસીક સધીયારો આપવામાં આવ્યો છે. જ્યારે બીજી લહેરમાં 3600 જેટલા લોકોને કાઉન્સેલીંગથી સહાય અપાવામાં આવી છે. પ્રથમ લહેરની અંદર અને બીજી લહેરમાં ઘણું ફેરફારો જોવા મળ્યા હતાં. પ્રથમ લહેરમાં કોટમ્બીક ઝઘડાઓ, રાશન કઇ રીતે લાવવું, ઘરમાં એકબીજાની પ્રાઇવસી ભંગ થવી, આવા પ્રકારના સ્ટ્રેસને લગતા પ્રશ્નો ઘણા હતાં. પરંતુ બીજી લહેરમાં પેનીક ડીસઓડર, ઓલ્સેસીવ ડીસઓર્ડર, ડીપ્રેશનનો ખૂબ જ વધારો જોવા મળ્યો હતો.

પ્રશ્ન: : કેટલા અધ્યાપકો જોડાયા છે?

જવાબ: મુખ્ય અધ્યાપકો હતો પરંતુ કેસ વધતાં એમ.એ., એમ.ફીલ. કરતા 45 થી વધારે યુવકો જોડાયા હતાં. જે યુવકો ગ્રામ્ય વિસ્તારમાં કાઉન્સેલીંગ કરતા થયા વધુ વાત કરતાં ધારાબેન જણાવે છે કે એક 17 વર્ષના બાળકને ખૂબ ભય હતો કે કોરોનાથી મારા માતા-પિતાનું મૃત્યુ થઇ જશે. આ બાળકને કાઉન્સેલીંગ થેરાપીથી મનોવિજ્ઞાનભવન દ્વારા તેનો ભય દૂર કરાયો છે.

પ્રશ્ન: લોકોમાં ભ્રમતા છે કે દારૂ પીવાથી કોરોના દૂર થાય છે?

જવાબ: અમારા અધ્યાપકો દ્વારા ગામડાઓમાં સર્વે કરાયો છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ મોટી માન્યતા છે કે દારૂ પીવાથી કોરોના નહીં થાય ત્યાં સુધી કે ‘કફ સીરપ’ ભેળવીને પીવાથી કોરોના ન થાય આ ભ્રમણા ખૂબ ખોટી છે.

પ્રશ્ન: મનોવિજ્ઞાન ભવન દ્વારા કેટલા પ્રકારના સર્વે કરવામાં આવ્યા છે?

જવાબ: મનોવિજ્ઞાન ભવન દ્વારા તમામ પ્રકારના સર્વે કરવામાં આવ્યા છે જેમ કે સ્ત્રીઓની માનસિક સમસ્યાઓ, પુરુષોની માનસિક સમસ્યાઓ, સહિતના સર્વે કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કોરોના ટેસ્ટ થી કેટલા ડર છે એ બાળકોના ભણતરને લગતું હોય, જે પણ તંત્ર સાયકલોલોજીને લગતું હોય તેવા તમામ પ્રકારના ક્ષેત્રમાં અલગ અલગ સર્વે કરાયા છે. પહેલી લહેરમાં પુરોષોને લગતા વિવિધ કેસો જેવા કે વ્યસન અને ડોમેસ્ટીક વાઇલેન્સના પ્રશ્ર્નો સૌથી વધારે હતા. જયારે બીજી લહેરમાં ડિપ્રેશન સૌથી વધારે કેસો હતા જેની પરિણામ 17 ટકા જેટલુ હતું.

પ્રશ્ન: ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓને લઇ કેવા પ્રકારની બેદરકારીઓ સામે આવી છે?

જવાબ: ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે ચાલતા આવે છે જેમ કે માસ્કને બદલે સાડીનો છેડો બાંધે છે. કયાંય પણ ખરીદી જવું હોય તો ગ્રુપમાં થાય છે. કે કોઇના મરણના બેસણામાં જવું હોય તો બહેનો એક સાથે જ જાય છે. તથા ઘરગથ્થુ નુસકાઓ અપનાવે છે. આ બધા કારણોથી ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે બહેનો પણ વધારે સંક્રમિત થઇ છે.

પ્રશ્ન: ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના પ્રશ્ર્નો કંઇ રીતે અલગ પડે છે?

જવાબ: બાળકો પાસે ઓનલાઇન ભણવા માટે સ્માર્ટ ફોન હોતા નથી. તેમ જ ખેતી કરવામાં પ્રશ્ર્નો આવતી હોય છે. તેથી ભણવા કરતા પોતાનું જીવન કઇ રીતે ચલાવવું આ કપરી પરિસ્થિતિમાં તેવા પ્રશ્ર્નો વધારે હોય છે. જયારે શહેરી વિસ્તારમાં વધુ પડતો ભય લોકોમાં હોય છે. બીનજરુરી વસ્તુઓ સંગ્રહ કરવી જેવી કે માસ્ક, અનાજ કરીયાણું: ઓકિસજન બોટલો વગેરે આવા પ્રકારના પ્રશ્ર્નો શહેરમાં વધારે હોય છે. શહેર વિસ્તારમાં ઘરમાં જ રહેવું તે સામાન્ય છે. જયારે ગ્રામ્ય વિસ્તાર સામાજીક રીતે સંયુકત રીતે રહેવાવાળો વિસ્તાર છે. જયારે શહેર વિસ્તારમાં પોતાની પ્રાઇવસી નથી રહેતી તેવા પ્રશ્ર્નો છે. આ રીતે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અલગ અલગ પ્રશ્ર્નો છે.

પ્રશ્ન: આપના દ્વારા કરવામાં આવતા સર્વે કયાં આધાર પર કરવામાં આવે છે?

જવાબ: જે સમસ્યાઓ રપ થી 30 વખત સતત આવતી હોય છે તેના પર વિષ્લેશ્ર્ણ કરાય છે. તેવા પ્રશ્ર્નો પર અમે ગુગલ ફોર્મ બનાવી છીએ આ એક માઘ્યમ છે બીજી માઘ્યમ લાઇબ્રેરી રીચર્સ છે. આપણે કરેલા સર્વેનું ઇન્ટરનેશનલ સર્વે સાથે સરખામણી કરીને જોઇએ છીએ. તથા ટેલીફોનના માઘ્યમ દ્વારા કરીએ છીએ તથા રૂબરૂ જઇને સર્વે કરવામાં આવતા હોય છે.

પ્રશ્ન: પણ ઘણા એવા વ્યકિતઓ હશે જે માનસીક સમસ્યાઓનો સામનો કરતા હશે તેઓ કઇ રીતે તમને સંપર્ક કરી શકે.

જવાબ: પેલા ખાલી એક જ લેન્ડ લાઇન નંબર હતો પરંતુ અત્યારે અમારા દરેક અઘ્યાપકો સ્ટુન્ડસના નંબર મનોવિજ્ઞાનભવનના ફેસબુક પેઇઝ પર આપવામાં આવ્યા છે. તથા ઇન્સ્ટ્રાગ્રામ પર છે તથા 0281-2588120 આ અમારા ડીપાર્ટમેન્ટનો લેન્ડ લાઇન નંબર છે.

તથા સૌરાષ્ટ્રમાં અમારા બધા વિદ્યાર્થીઓ જેની અંદર દ્વારકા, પોરબંદર, કુંકાવાવ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર આ બધી જ જગ્યાએ અમારા વિઘાર્થીઓ કાર્ય કરે છે જેનો સંપર્ક કરી શકો છો.

પ્રશ્ન: કોરોનાને લગતિ બીમારી સિવાયની જે માનસીક બીમારીઓ છે તેના કેવા પ્રકારના કોલ આવતા હોય છે?

જવાબ: હાલમાં જ એક બેન ખુબ જ ભય હતો કે તેમના પતિ કોરોના વોર્ડની બહાર સીકયુરીટીમાં ફરજ બજાવે છે તો તેમના લીધે ઘરમ)ં પણ કોરોના ન થાય તેવા ભય તેમને ખુબ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.