Abtak Media Google News

છેલ્લા કેટલાંક સમયથી બાળકો ગેમની લતે વળ્યા છે, તેને લઇને અનેક રજૂઆતો કર્યા બાદ સરકારે આખરે વાત સ્વીકારી લીધી છે. હાલ સુરત પોલીસ કમિશ્નરે PUBG ગેમને લઇને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા પ્રમાણે, શહેરની હદમાં કોઇ પણ વ્યક્તિ PUBG ગેમ રમી શકશે નહીં. આ અંગે કમિશ્નર ઓફિસ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું 15મી માર્ચ સુધી અમલમાં રહેશે.

Advertisement

જાહેરનામામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ તેમજ ગૂગલ ઇન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પબજી, બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ તેમજ તેના જેવી બીજી ગેમની લિંકો પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને હટાવી દેવાની રહેશે. ગુનાની તપાસ કામગીરીમાં સામેલ એજન્સી તેમજ શૈક્ષણિક સંશોધનો માટે આ ગેમનો ઉપયોગ કરનાર લોકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. આ હુમકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.

બાળકો પર ગેમ કેટલી હદે અસર કરે છે, તે તો આપણે તાજેતરમાં બનેલા કિસ્સાઓના આધારે આપણને બધાને ખબર છે. હાલ વિદેશોમાંથી આવેલી PUBG ગેમ નાના મોટા સૌ પર ઘેરી અસર કરે છે. PUBG પહેલા સુરતમાં બ્લૂવ્હેલ જેવી ઘાતક ગેમ ઉપર પણ પોલીસ કમિશ્નરે પ્રતિબંધ લગાવી ચૂકી છે.

સુરત પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામા પ્રમાણે, બાળકોની માનસિકતા પર ગેમ અસર કરતી હોવાથી પોલીસ કમિશ્નરે પ્રતિબંધ જાહેર કર્યો છે. પબજી તેમજ બ્લૂ વ્હેલ ચેલેન્જ મારફતે ક્યુરેટરના એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા કોઈ વ્યક્તિને આવી કોઈ ગતિવિધિમાં સામેલ હોય તેની માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અથવા મૌખિક જાણ કરવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.