Abtak Media Google News

Screenshot 4 17 સિવિલ સત્તાવાળા બોધપાઠ લઈને સરપ્રાઇઝ વિઝિટ કરે તેવી ઉઠતી લોકમાંગ

રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત તબીબોની કામગીરીને લઈને લાઈમ લાઈટમાં આવી છે સિવિલ હોસ્પિટલના તગડો પગાર લેતા તબીબો કામ પર જ હાજર નહીં મળી આવતા સત્તાવાળા હોય બોધપાઠ લઈને સરપ્રાઈઝ વિઝીટ વધારે તેવી લોકમાંગ ઉઠી છે. હર એક વોર્ડમાં ગોઠવવામાં આવતા તબીબોની પારીને જો ચકાસવામાં આવે તો ઓન પેપર કરતા અડધી જ સંખ્યા મળી આવે છે.

આ અંગે  સિવિલ હોસ્પિટલમાં દરરોજ ઓપીડી વિભાગમાં હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે. ત્યારે તેમને પહોંચી વળવા માટે એક તરફ સિવિલ તંત્ર અને સ્ટાફ દ્વારા તબીબી અને મેનપાવર સ્ટાફ વધારવા માટે માંગ કરવામાં આવતી હોય છે.

પરંતુ વોર્ડમાં જોવા જતા તેમાં ફરજ પર તબીબો ખુદ હાજર મળી આવતા નથી તેવી લોક ફરિયાદ  જોવા મળી રહી છે. જેમાં ઓપીડી વિભાગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વોર્ડમાં ઓન પેપર કરતા અડધી સંખ્યામાં તબીબો હાજર હતા. રેગ્યુલર જોવા જઈએ તો તબીબો ફરજ પર હોય છે પરંતુ એક તબીબને અન્ય ડ્યુટી સોપતા જનરલ વોર્ડના ચોપડે ચાર હાજર રહેવા જોઈએ. પરંતુ લોક માંગમાં વોર્ડમાં માત્ર બે જ તબીબો ફરજ પર હાજર હતા.આવી રીતે સિવિલ હોસ્પિટલમાં હર એક વોર્ડમાં સિવિલ હોસ્પિટલના સત્તાવાળા દ્વારા ચકાસણી કરવામાં આવે તો ઓન પેપર અને ફરજ પર હાજર તબીબોની સંખ્યામાં મોટો તફાવત જોવા મળી રહે છે. ગઇ કાલે જ તબીબોની ખો-ખો વચ્ચે ચોટીલાના એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

‘આર.એમ.ઓ. ઓફિસમાં ફરજ બજાવતા હતા’: ડો.વી.ચાવડા

ઓપીડી વિભાગમાં પાચ તબીબોની ટીમને બદલે એક તબીબની ફરજ આર.એમ.ઓ.ઓફિસમાં ગોઠવવામાં આવી હતી. જેના દ્વારા ડો.વી.ચાવડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, પોતાની ડ્યુટી આર.એમ.ઓ.ઓફિસમાં હોવાથી ત્યાં ઓફિસમાં બેઠા હતા. જેમાં અમરનાથ જતા શ્રદ્ધાળુઓના સર્ટીફીકેટ માટેની કામગીરી તેમને સોંપવામાં આવી હતી. પરંતુ તેમની સામે જનરલ વોર્ડમાં અન્ય કોઈ તબીબને ફરજ સોંપવામાં આવી ન હતી અને અધૂરા સ્ટાફને કારણે જ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો રહ્યો છે.

‘મારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખવાના હતા, એટલે ત્યાં ગયા હતા’: ડો.અગ્રાવત

સિવિલ હોસ્પિટલમાં 2000 થી 2500 જેટલા ઓપીડી કેસ નોંધાય છે. ત્યારે આજરોજ ઓપીડી વિભાગમાં જનરલ વોર્ડમાં ચાર તબીબોને ડ્યુટી સોંપવામાં આવી હતી. જેમાં એક ડો. અગ્રાવતની ડ્યુટી પણ જનરલ વોર્ડમાં હતી. પરંતુ અબતકની ટીમ દ્વારા સ્થળ પર મુલાકાત કરતા ડો.અગ્રાવત વોર્ડમાં હાજર મળી આવ્યા ન હતા. જે બાબતે ટેલીફોનીક વાતચીતમાં ડો.અગ્રાવતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોતે પીએમ રિપોર્ટ આપવાના હોવાથી ડોકટર રૂમમાં પીએમ રિપોર્ટ લખવા માટે ગયા હતા. અગાઉ કરેલા પીએમ રિપોર્ટ બનાવવા માટે પોતે ફરજ પરના સ્થળ પરથી ડો.શર્માને જાણ કરીને ગયા હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ જેના જીવ ગયા તેના કામ કરતા જેને બચાવી શકીએ તેના માટે સમય ફાળવવો વધુ હિતાવહ રહે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.