Abtak Media Google News

“સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાપાલિકાના દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની”

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૩૦-૧-૨૦૧૯ સુધીમાં રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુને “સ્વચ્છ રાજકોટની સુંદર ભેટ આપવા કમર કસી લેવામાં આવી છે. સ્વચ્છતા અંગે મહાનગરપાલિકા દ્વારા ઇ રહેલી વિવિધ પ્રકારની કામગીરીઓની વખતોવખત સમીક્ષા થાય છે અને આવશ્યકતા અનુસાર મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવામાં આવી રહયું છે. આ સિલસિલા હેઠળ આજે મ્યુનિ. કમિશનરના અધ્યક્ષ સને અધિકારીઓની એક ખાસ બેઠક યોજાઈ હતી.

Advertisement
Img 20190108 Wa0016

આ મિટિંગમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ રાજકોટ શહેર નિયમિતરીતે સ્વચ્છ બની રહે તે માટે પોતાની ફરજો બજાવે છે. જોકે એક હાથે ક્યારેય તાલી પડી શકે નહી તેવી જ રીતે મહાનગરપાલિકાની આ ઝુંબેશમાં નાગરિકો પણ સ્વૈચ્છિક રીતે જ પોતાની ફરજો પ્રત્યે સભાન અને જાગૃત રહી પોતપોતાનું યોગદાન આપતા થાય ત્યારે સ્વચ્છ રાજકોટ મિશન ખરા અર્થમાં રંગ લાવશે.

દરમ્યાન જાહેરમાં કચરો ફેંકી આપણા સ્વચ્છ શહેરને ગંદુ કરી રહેલા લોકો તેમની આવી પ્રવૃત્તિ બંધ કરે તે પણ એટલું જ જરૂરી છે. જોકે જાહેરમાં કચરો ફેંકવાનું બંધ નહી જ કરતા નાગરિકો સામે આકરા પગલાં લેવા પણ કમિશનરે અધિકારીઓને સૂચના આપી છે. મહાનગરપાલિકાની તમામ શાખાઓના વડાઓ, વોર્ડ ઓફિસરો સહિતનાને કમિશનરે સત્તા આપી છે અને તેઓ પોતાની આ સત્તા હેઠળ, જાહેરમાં કચરો ફેંકતા લોકોને દંડ કરશે.

Img 20190108 Wa0011

કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં નાગરિકો હવે જાહેરમાં કચરો ફેંકતા બંધ થાય તે માટે જુદાજુદા વિસ્તારમાં રહેલા ૩૧ જેટલા ન્યુસન્સ પોઈન્ટસ પર સફાઈ કામદાર અને પોલીસ ગાર્ડને તૈનાત કરી આવશ્યક પગલાઓ લેવા પર ભાર મુક્યો હતો. જે લોકો ના સમજે તેઓને દંડ પણ કરવામાં આવનાર છે.

શહેરમાં હાલ બની રહેલી નવી ઈમારતોના સ્ળોએ ત્યાં કાંકરી રહેલા લોકો માટે ટોઇલેટ, પાણી ઇત્યાદિ સુવિધાઓ અચૂક રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિલ્ડરો  ડેવલપરોને સૂચના આપવામાં આવેલી છે, આમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ વખતો વખત કન્સ્ટ્રશન સાઈટ્સ પર ચેકિંગ કરતા રહેશે.

વિશેષમાં શહેરના રહેણાંક, કોમર્શીયલ અને ટુરીસ્ટ પોઈન્ટસ પર સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે
માટે નાગરિકોને જાગૃતિ દાખવવા અપીલ કરવાની સાથોસાથ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓને પણ સ્વચ્છતાની કામગીરીનું નિયમિત ચેકિંગ અને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.