Abtak Media Google News

નાગપુરની પીચ પર અનઇવન બાઉન્સ હોય બેટ્સમેનોની આકરી પરીક્ષા: ચોથી ઇનિંગમાં બેટ્સમેનોને રમવું ખુબ જ પડકારજનક સાબિત થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સીરીઝનો પ્રથમ મેચ આજથી નાગપુરમાં શરૂ થયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ખૂબ જ મહત્વની રહેશે. ટીમ ઈન્ડિયાની હાર કે જીતથી તેની રેન્કિંગની સાથે સાથે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ફરક પડશે. આજે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાએ બેટીંગ કરતા શરૂઆતના તબક્કામાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે પ્રથમ ટેસ્ટમાં પકડ મેળવવી હોય તો ઓસ્ટ્રલિયાને 250 રનમાં રોકવું પડશે. નાગપુરની પીચ પર અનઇવન બાઉન્સ હોય બેટ્સમેનોની આકરી પરીક્ષા થશે જયારે ચોથી ઇનિંગમાં બેટ્સમેનોને રમવું ખુબ જ પડકારજનક સાબિત થશે એટલે ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં જ લીડ મેળવવી ખુબ જ જરૂરી બની છે.

આ પીચ બોલરો માટે શ્રેષ્ઠ સાબિત થશે. પીચ પર ટર્ન અને બોઉન્સ સારો મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતીય કોચ રાહુલ દ્રવિડે આ પીચ પર કેટલાક ફેરફાર કરાવ્યા છે, જેને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ નાખુશ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ પીચને ‘ડોક્ટરેડ પીચ’ કહી રહી છે. ઓસ્ટ્રેલિયાએ પીચના મિજાજને લઇને માઇન્ડગેમ રમવાનુ શરૂ કરી દીધુ છે, તેમને એ સ્પષ્ટ રીતે ખબર છે કે, જો સ્પીનરો માટે મદદરૂપ પીચ મળે છે, તો તેમના માટે અશ્વિન અને જાડેજાની જોડીનો સામનો કરવો બિલકુલ પણ આસાન નહીં રહે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલની તારીખોની જાહેરાત કરી છે. 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનના ઓવલમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે. ફાઈનલ મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે.

ભારતની પ્લેઈંગ ઇલેવન: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

સુર્યકુમાર ટેસ્ટમાં એક્સ ફેકટર સાબિત થશે: તેંડુલકર

ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકરના મતે ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી ટેસ્ટ ક્રિકેટ તદ્દન જુદી રમત છે. ભારતના વર્તમાન સ્ટાર બેટ્સમેન સુર્યકુમાર યાદવ તેની અદભુત કુશળતા તથા અલગ વિચારવાની શક્તિના લીધે આ ટેસ્ટમાં રમવા માટે બિલકુલ ત્યાર છે. આ ઉપરાંત પુજારા અને અશ્વિન પણ ટેસ્ટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. નાગપુર ટેસ્ટમાં સુર્યકુમાર યાદવનો સમાવેશ કરાયો છે જે ટિમ ઇન્ડિયા માટે એક્સ ફેકટર સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.