Abtak Media Google News

વિરાટ કોહલીના સુકાનમાં અને બ્રેન્ડન મેક્લમ તથા એ. બી. ડીવિલિયર્સ જેવા ખ્યાતનામ ખેલાડીઓ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર (આરસીબી)ની ટીમને આજે અહીં હોમગ્રાઉન્ડ પર કિંગ્સ ઇલેવન પંજાબ સામે જીતીને ખાતું ખોલાવવાની સારી તક છે. આઠમી એપ્રિલે આરસીબીનો કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે ૭ બોલ બાકી રહેતાં ૪ વિકેટના માર્જિનથી વિજય થયો હતો.

ગેરી કર્સ્ટન આરસીબીના બેટિંગ-કોચ છે અને આશિષ નેહરા બોલિંગ-કોચ છે. આ ટીમ પાસે બોલરોમાં ઉમેશ યાદવ, ક્રિસ વોક્સ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ અને ટિમ સાઉધી છે. વીરેન્દર સેહવાગના માર્ગદર્શનવાળી અને રવિચન્દ્રન અશ્ર્વિનના સુકાનવાળી પંજાબની ટીમ દિલ્હીને હરાવીને બે પોઇન્ટ મેળવી ચૂકી છે. પંજાબની ટીમના લોકેશ રાહુલે દિલ્હી સામેની એ મેચમાં આઇપીએલની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી (૧૪ બોલમાં) ફટકારી હતી. તેણે ૧૬ બોલમાં ૫૧ રન ખડકી દીધા હતા. એની પાસે યુવરાજ સિંહ, કરુણ નાયર, મયંક અગરવાલ, અક્ષર પટેલ, ડેવિડ મિલર, માર્કસ સ્ટોઇનિસ છે. જોકે, ઍરોન ફિન્ચ આજે કદાચ કમબેક કરશે અને જો ક્રિસ ગેઇલને રમવાનો મોકો મળશે તો તે પોતાની ભૂતપૂર્વ ટીમ આરસીબી સામે ફટકાબાજી કરવાનો મોકો નહીં છોડે. ગેઇલને અહીં બેન્ગલોરની પિચ અને હવામાનનો સારો અનુભવ છે.

બેન્ગલોરની આજે બીજી મેચ છે, જ્યારે કોલકતાએ બે મેચમાં એક જીત માણ્યા પછી ચેન્નઈ સુપર કિંગ્સ સામે હાર જોવી પડી હતી.

આજે આરસીબીના મેક્લમનો જુસ્સો બુલંદ હશે, કારણકે તે ગઈ મેચમાં ૯,૦૦૦ રન પૂરા કરનારો ગેઇલ પછીનો બીજો પ્લેયર બન્યો હતો

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.