Abtak Media Google News

પુષ્પા ધ રૂલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનું ફર્સ્ટ લુક પોસ્ટર તેના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. તે તેની શ્રીવલ્લી સ્ટાઈલમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ સાથે જ તેને જોઈને ફેન્સ વધુ ઉત્સાહિત થઈ ગયા છે.

‘પુષ્પા ધ રૂલ’ના નિર્માતાઓએ શુક્રવારે રશ્મિકા મંદાના ઉર્ફે શ્રીવલ્લીનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. પોસ્ટરમાં રશ્મિકા લીલા રંગની સાડીમાં હંમેશની જેમ અદભૂત દેખાઈ રહી છે. તેની આંખો ક્લોઝ અપ શોટ્સમાં ઘણી વાતો કરે છે. આ પોસ્ટર રશ્મિકાના 28માં જન્મદિવસના અવસર પર શેર કરવામાં આવ્યું છે. પોસ્ટ પર લખ્યું છે, ‘હેપ્પી બર્થ ડે શ્રીવલ્લી.’ પોસ્ટરની સાથે લખવામાં આવ્યું છે કે, ‘દેશની હાર્ટથ્રોબ ‘શ્રીવલ્લી’ ઉર્ફ રશ્મિકા મંદાનાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 8મી એપ્રિલે #Pushpa2TheRuleTeaser #PushpaMassJaathara. 15મી ઓગસ્ટ 2024ના રોજ વિશ્વભરમાં #Pushpa2TheRule ગ્રાન્ડ રિલીઝ.

‘પુષ્પા ધ રૂલ’ની કાસ્ટ

પુષ્પાના પ્રથમ ભાગમાં લાલ ચંદનની દાણચોરી પર સત્તાનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો હતો. ધનંજય, રાવ રમેશ, સુનીલ, અનસૂયા ભારદ્વાજ સાથે અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, ફહદ ફાસિલની સ્ટાર કાસ્ટ બીજા ભાગ માટે પરત ફર્યા છે. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. આ ફિલ્મ 2021 માં રીલિઝ થઈ હતી અને તેના ગીતો ‘ઓ અંતવા ઓઓ અંતવા’, ‘શ્રીવલ્લી’ અને ‘સામી સામી’ પણ ખૂબ જ હિટ રહ્યા હતા.

‘પુષ્પા ધ રૂલ’ની રિલીઝ ડેટ

‘પુષ્પા ધ રૂલ’ સુકુમાર દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. સુકુમાર રાઇટિંગ્સ સાથે મળીને Mythri Movie Makers દ્વારા નિર્મિત આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. અલ્લુ અર્જુનને ગયા વર્ષે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.