Abtak Media Google News

સિંધુએ 21-9, 21-16 પોતાને નામ કરી: વર્લ્ડની નંબર-7 ખેલાડી સિંધુ
પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કની મિયા બ્લીચફેલ્ડટ વિરુદ્ધ કોર્ટ પર ઉતરશે

રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા ભારતીય સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક-2020માં શાનદાર પ્રદર્શન કર્યું છે. સિંધુ રમતોના મહાકુંભમાં પોતાની બીજી મેચમાં પણ જીત મેળવી છે. ગ્રુપ જેના મેચમાં સિંધુની સામે હોન્ગ કૉન્ગની ચીયૂંગા નગન હતી.બંન્ને ખેલાડીઓ વચ્ચે બુધવારના રોજ રમાયેલી મેચમાં સિંધુએ 21-9, 21-16 પોતાને નામ કરી છે. સિંધુને આ મેચને જીતવા માટે 35 મિનીટનો સમય લાગ્યો હતો. આ જીતની સાથે જ સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.

સિંધુ પાસેથી ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની આશા છે. બેડમિન્ટનમાં તે એક માત્ર ખેલાડી છે જેમણે ઓલિમ્પિકમાં ભારતની મજબુત દાવેદારી જોવા મળી રહી છે. સિંધુ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં આસાનીથી જીત મેળવી  છે. તેમના પહેલા મેચમાં સિધુએ ઈઝરાયલની પોલિકારપોવા કસેનિયાને 21-7, 21-10થી હાર આપી હતી. બીજી મેચમાં પણ સિંધુએ શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી છે.

સિંધુ માટે આ જીત આસાન રહી હતી. પ્રથમ રમતમાં ચેયુંગ સિંધુની સામે ટકી શકી ન હતી. અંદાજે 15 મિનીટમાં જ તેમણે પ્રથમ મેચ પોતાને નામ કર્યો હતો. આ સાથે બીજા ગેમમાં ચેયુંગ સાથે ટક્કર જોવા મળી હતી પરંતુ આ ટ્ક્કર વધુ સમય માટે ટકી ન હતી. સિંધુનો સ્કોર 8-9 રહ્યો હતો. ત્યારબાદ બ્રેક ટાઈમમાં સ્કોર 11-10 પહોચ્યો હતો. બ્રેક બાદ સિંધુ કૉર્ટ પર પરત ફરતાની સાથે જ 17-14ની લીડ લીધી હતી અને મેચમાં જીત મેળવી હતી.

આ જીતની સાથે સિંધુએ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. વર્લ્ડની નંબર-7 ખેલાડી સિંધુ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કની મિયા બ્લીચફેલ્ડટ વિરુદ્ધ કોર્ટ પર ઉતરશે. તેમણે ગ્રુપ-1માં ટૉપ કર્યું છે. સિંધુને ડેનમાર્કની ખેલાડી પર4-1ની લીડ મેળવી છે. મિયા માત્ર એક વખત વર્લ્ડ ચેમ્પિયન સિંધુ સામે જીતી શકી છે અને આ જીત તેમણે આ વર્ષ થાઈલેન્ડ ઓપનમાં મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.