• સગા સાઢુ એ લગ્ન કરાવવા માટે 2.70 લાખ લીધા બાદમાં પુત્ર વધુ જતી રહેતા પૈસા પાછા લેવા ગયેલા સાઢુ ઉપર હુમલો

રાજકોટ શહેરનાં ગવરીદડ ગામે બાબરાના સાઢુ પરિવાર સાથે પૈસાની લેતીદેતી મામલે બઘડાટી બોલતા કુવાડવા પોલીસ મથકે સામસામે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગવરીદડ ગામે રહેતા હેમંત ભાઈ  રણજીતભાઇ ઉર્ફે રાણાભાઇ મકવાણાએ આરોપી તરીકે બાબરા ગામે રહેતા મુકેશ જીલિયા,પરેશ જીલિયા,પવું બેન જીલિયા અને ભરતભાઈ ઉધરેજિયા સામે માર તેના પિતાને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે તેના  માસા મુકેશભાઈએ તેના લગ્ન તેમના ભાઈની દીકરી પાયલ સાથે થયા હતા અને લગ્ન સમયે અમોએ બે લાખ સીતેર હજાર રૂપીયા મારા માસાને સંબંધ કરાવવા માટે આપ્યા  હતા અને મારી પત્ની પાયલ લગ્ન બાદ આશરે દોઢેક મહીના રહ્યા બાદ રીસામણે હોય જેથી અમોએ આ પૈસાની માંગણી કરતા આ મુકેશભાઇને પૈસા પાછા આપવા ન પડે તે માટે આ મુકેશભાઇ તથા તેમના પત્ની પવુબેન તથા તેમનો દીકરો પરેશ તથા મામાં ભરતભાઇ ઘરે આવી  બોલાચાલી ઝઘડો કરી ગાળો બોલી તલવાર તથા લોખંડના પાઇપ તથા છુટી ઇટો વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામાપક્ષે બાબરા ગામે રહેતા મુકેશભાઇ જીણાભાઇ જીલિયાએ કુવાડવા પોલીસ મથકે રણજીત ઉર્ફે રાણાભાઇ મકવાણા  નું આરોપી તરીકે નામ આપ્યું છે.જેમાં જણાવ્યું છે કે તેના  મોટાભાઇ દલસુખભાઇની દીકરી પાયલના લગ્ન તેના સાઢુ રાણાભાઇ ના દીકરા હેમત સાથે કરેલ હતા અને લગ્ન સમયે લગ્ન ખર્ચ પેટે અમારી નાતના રીત રીવાજ મુજબ પચાસ હજાર આ રાણાભાઇએ આપેલ હોય અને આ લગ્ન બાદ આશરે દોઢેક મહીના બાદ પાયલને હેમત સાથે ન બનતા તે રીસામણે આવી ગયા હતા  હોય  અને તેને હેમત સાથે રહેવુ ન હોય તો લગ્ન સમયે આપેલ પૈસા સાઢું રાણા ભાઇ મારી પાસેથી પાછા માગંતા હોય જે બાબતે સમાધાન તથા વાતચીત કરવા માટે  રાણાભાઇના ઘરે આવ્ય  હતા ત્યારે રાણાભાઇએ  બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી તેના ઘરમાથી તલવાર લઇ મારા સાળા ભરતભાઇને તલવારનો એક ઘા ડાબા હાથે કાંડા પાસે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.આ બનાવમાં પોલીસે બંને પક્ષ મળી પાંચ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.