Abtak Media Google News
  • હાઇનો મેસેજ કરી મીઠી-મીઠી વાતો કરી મધલાળમાં જસદણના બે સંતાનના પિતાને બળાત્કારમાં ફીટ કરવાની ધમકી આપી ત્રણ લાખ પડાવ્યા
  • રૂરલ એલ.સી.બી. પી.આઇ. વી.વી.ઓડેદરા અને પીએસઆઇ એચ.સી.ગોહિલ સહિતની ટીમે ભેદ ઉકેલ્યો

જસદણ માર્કેટીંગ યાર્ડના પટેલ વેપારી યુવાનને હનીટ્રેપમાં ફસાવી રૂ.3 લાખ પડાવી લેવામાં  ઘટનામાં એલસીબીની ટીમે ગુના નો ભેદ ઉકેલી બે મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી કાર ,રોકડ અને સાત મોબાઈલ મળી રૂપિયા 5.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisement

બનાવની વિગતો મુજબ, જસદણમાં ચિતલીયા કુવા રોડ પર આદ્યશક્તિનગરમાં રહેતા અને જસદણ માર્કેટિંગ યાર્ડમાં તુલસી એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવનાર બે સંતાનોના પિતા કલ્પેશભાઈ જયંતીભાઈ કાનાણી નામના વેપારીને હની ટ્રેપમાં ફસાવી અને દુષ્કર્મના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી આપી માર મારી રૂપિયા ત્રણ લાખ પડાવી લીધાની મહિલા સહિત અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 27/2/2024 માં સાંજના સમયે તે પ્રસંગમાં હતો ત્યારે  એક અજાણ્યા મોબાઈલ નંબર માંથી વોટસએપમાં હાઈ લખેલો મેસેજ આવ્યો હતો.જેથી વેપારીએ પણ સામે હાઈ લખી રીપ્લાય આપ્યો હતો બાદમાં મેસેજ કરનારે પૂછ્યું હતું કે, કેમ છો? જેથી વેપારીએ લખ્યું હતું મજામાં વેપારીએ પૂછ્યું હતું તમે કોણ જેથી મેસેજ આવ્યો હતો કે હું કાજલ પાનસુરીયા જવાબમાં વેપારીએ કહ્યું હતું તમારું આઈડી ફેક હોય તેવું લાગે છે. જેથી વિડીયો કોલ કરી મહિલાએ પોતાનો ચહેરો દેખાડ્યો હતો અને ફોન કટ કરી નાખ્યો હતો.

બીજા દિવસે સવારના ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો હતો બાદમાં બપોર સુધી મેસેજમાં વાતચીત થઈ હતી. દરમિયાન વેપારીએ કહ્યું હતું કે, હું કામથી રાજકોટ જાઉં છું જેથી આ મહિલાએ કહ્યું હતું હું બોટાદથી નીકળું છું મને રાજકોટ લેતા જાવ ત્યારબાદ વેપારી જસદણમાં જુના બસ સ્ટેન્ડ પાસે મહિલાને લેવા માટે પહોંચ્યા હતા વેપારી પોતાની કાર લઇ અહીં પહોંચતા આ મહિલાના હાથમાં નાનું બાળક તે તેની સાથે વેપારીની કારમાં બેસી ગઈ હતી. બાદમાં વેપારીએ કાર રાજકોટ તરફ ચલાવી હતી અને ત્રંબા પાસે નવા રિંગ રોડ કોઠારીયા સાઈડ પર પહોંચતા મહિલાએ કાર ઊભી રાખવા કહ્યું હતું.કાર ઊભી રાખતા જ તુરંત પાછળથી એક અન્ય કારમાં ચાર શખસો આવ્યા હતા અને વેપારીને નીચે ઉતારી લાફા મારી કહેવા લાગ્યા હતા કે, તને ભાન છે આ મહિલા ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગઈ છે અને તું એને ફેરવે છે તેમ કહી માર મારવા લાગ્યા હતા. વેપારીને પાછળ બેસાડી અન્ય એક શખસ ગાડી ચલાવવા લાગ્યો હતો.

બાદ આ શખસે વેપારીને કહ્યું હતું કે તારે જેલમાં જવું ન હોય તો પાંચ લાખ આપવા પડશે નહીંતર તને બળાત્કારની ફરિયાદમાં ફીટ કરાવી દઈશું.કલ્પેશભાઈએ કહ્યું હતું કે, મારી પાસે હાલ આટલા પૈસા નથી બાદમાં ત્રણ લાખ નક્કી થયા હતા.  કલ્પેશભાઈએ તેના મિત્રને ફોન કરી આ ત્રણ લાખની રકમ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા વી.પટેલ આંગડિયા પેઢીમાં આંગળીયુ કરાવ્યું હતું.  વેપારી પાસેથી આ શખસો આ રોકડ રકમ લઈ લીધી હતી અને ધમકી આપી હતી કે, કોઈને વાત કરીશ તો દુષ્કર્મની ફરિયાદમાં ફીટ કરી દઇશું. જેથી વેપારી ડરી ગયા હોય આ બાબતે કોઈને વાત કરી ન હતી અને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.વેપારીની ફરિયાદ પરથી જસદણ પોલીસે અજાણી મહિલા અને ચાર અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડએ હનીટેપનો ભેદ ઉકેલવા આપેલી સૂચનાને પગલે એલસીબીના પી.આઈ વીવી ઓડોદરા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં પીએસઆઇ એચ.સી. ગોહિલ અને બીજી બડવા સહિતના સ્ટાફે મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને કડી મળતા જેમાં જસદણ ના મફતીયા પરા જયપાલ જગદીશ આલ રાજકોટના માંડાડુંગર વિસ્તારમાં રહેતો અતુલ વલ્લભ સદાદીયા ગઢડા તાલુકાના અશોક મોતીહાલ અને મૂળ ઘોઘા તાલુકાના થલસર ગામનો અને હાલ રાજકોટ કોઠારીયા વિસ્તારમાં રહેતા મહિપતસિંહ ભુપતસિંહ ગોહિલ શહીદ ના શખ્સો તેમજ બે મહિલાઓ ને ઝડપી લીધી હતી. પોલીસે રોકડા 2.30,00,000 7 મોબાઈલ અને કાર મળી રૂ.5.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.  હનીટ્રેપમાં ફસાવનાર ઝડપાયેલી બે મહિલા સહિત સાત શખ્સએ વેપારી અને યુવાનોને ફસાવ્યા તે મુદ્દે ના મોબાઈલ  સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. તેમજ આ ગેમ ની જાળમાં ફસાયેલા વેપારીઓ અને યુવાનો ફરિયાદ કરવા માટે આગળ આવે તેવી પોલીસે અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.