Abtak Media Google News

મ્યુઝીક બ્રોડક્રાસ્ટ કંપની પ્રથમ ચરણમાં ર૪ ટકાનો ઇક્વિટી સ્ટેક હાંસલ કરી ર૦ર કરોડનું કરશે એલોટમેનટ

અનિલ અંબાણીનું રિલાયન્સ ગ્રુપ જાગરણ પ્રકાશનને તેનો બીગ એફ.એમ. રેડીયો બિઝનેસ અને તેનો સમગ્ર હિસ્સો વેચશે. સોમવારે સત્તાવાર નિવેદન અંદાજીત તેની કિંમત ૧૨૦૦ કરોડ હોવાનું સંગીત બ્રોડકાસ્ટ લીમીટેડના માલિકે કહ્યું છે.

આ ટ્રાન્ઝેકશન નોનકોર પ્રોપર્ટીઝમાં એકસપોઝર ઘટાડવા માટેની અમારી એકંદર વ્યહુરચનાનો ભાગ છે અને અંદાજે ૧ર૦૦ કરોડ દ્વારા અમારા દેવામાં ધટાડો કરશે એમ એક નિવેદનમાં રિલાયન્સ કેપીટલના સીએફઓ અમિત બાપ્તાએ જણાવ્યું હતું.

આરબીએનએલ બ્રાન્ડ નામ હેઠળ બીગ એફ એમ રેડીયો નેટવર્ક દેશભરમાં ૫૮ સ્ટેશનો સાથે કામ કરે છે. રિલાયન્સ કેપીટલ અને રિલાયન્સ લેન્ડ (રિલાયન્સ કેપીટલ ગ્રુપનો ભાગ) રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક લી. (આરબીએનએલ)માં મ્યુઝીક બ્રોડકાસ્ટ લી. (એમબીએલ)માં તેમનો સંપૂર્ણ ઇકવીટી હિસ્સો વેચશે.આ પગલાથી રિલાયન્સ જુથની કંપનીઓના બોજને ઘટાડવામાં મદદ મશળે.

એમબીએલ પ્રારંભમાં આરબીએનએલના ર૪ ટકા ઇકીવટી હિસ્સાને ર૦ર કરોડ રૂપિયાની પસંદથીના ફાળવણી દ્વારા પ્રાપ્ત કરશે. ત્યારબાદ તમામ નિયમનકારી મંજુરીઓની રસીદને આધારે, એમબીએલ આરબીએનએલમાં રિલાયન્સ કેપીટલ અને રિલાયન્સ લેન્ડના બાકીના ઇકિવટી હિસ્સાને રૂ ૧૦૫૦ કરોડના કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર રદ કરશે.

વધુમાં આરકેપ લગભગ ૧પ૦ કરોડ આરબીએનએલની અન્ય ચસ્કયામતોના નિકાલમાંથી મેળવશે જે નિયમોના આધારે એમબીએલ સાથે સોદાનું સ્વરુપ બનતું નથી. અન્ય પ્રકાશને જણાવ્યું વછે કે એમબીએલ કે જે રેડીયો સીટીનું સંચાલન કરે છે તેના બોર્ડે સોમવારે આરબીએનએલના હસ્તાંતરણને મંજુરી આપી હતી. સંયુકત નેટવર્કમાં ૭૯ રેડીયો સ્ટેશનો હશે તેને દેશમાં સૌથી વધુ રેડીયો નેટવર્ક બનાવ્યું છે વધુમાં જણાવાયું છે કે આખુ ટ્રાન્ઝેકશન એફવાય ર૧ ના પ્રથમ કવાર્ટરમાં બંધ થવાની ધારણાં છે. આરકેયે જણાવ્યું હતું કે રિલાયન્સ નિપ્યોન લાઇફ એસેટ મેનેજમેન્ટમાં તેના સંયુકત સાહસ ભાગીદાર જાપાનના નિપ્યોન લાઇફ ઇન્સ્યોરન્સમાં તેના હિસ્સાને વહેંચી મ્યુચ્યુઅલ ફંડ વ્યવહારમાંથી બહાર નીકળી જશે.

રિલાયન્સ નિપ્યોન એસેટ મેનેજમેન્ટમાં રૂ ૬૦૦૦ કરોડની મુદ્દીકરણ યોજનાઓ માટેના હિસ્સાના વેચાણની અમને આશા છે. આરકેપના દેવામાં રૂ ૧૨૦૦૦ કરોડનો ઘટાડો થશે (હાલના નાણાકીય વર્ષમાં ૭૦ ટકા જેટલું) તેમ બાપ્નાએ ઉમેર્યુ હતું  અને અન્ય ચાલી રહેલા સુચિત વ્યવહારો નિયમનકારી અને અન્ય મંજુરીઓ ઇ.વાય. ઇન્ડીયા ટ્રાન્ઝેકશન માટે વિશિષ્ટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કાર્યરત છે અને ફોનિકસ લીગલ રિલાયન્સ કેપીટલ ગ્રુપના કાનુની સલાહકાર તરીકે કાર્ય કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.