Abtak Media Google News

રાજકોટમાં નવરાત્રીની ભાવભેર ઉજવણી થઇ રહી છે. ગઇકાલે બીજા નોરતે રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રઘુવંશી ખેલૈયાઓએ શરૂઆતથી જ સિક્સ સ્ટેપ, ફોર સ્ટેપ, ચલતી રમીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં ખેલૈયા પ્રથમ ફોર સ્ટેપ, ત્યાર બાદ સિક્સ સ્ટેપએ પછી ટીટોડો, ટપો, ડાકલા અને છેલ્લે ફ્રી સ્ટાઇલ ગરબા રમ્યા હતા અને અંતમાં વંદે માતરમ સ્ટેપ એટલે કે રાજકોટના દરેક ખેલૈયાનું મનપસંદ સ્ટેપ રમી દેશભક્તિના રંગમાં રંગાઇ ગયા હતા. અદ્યતન સાઉન્ડ સિસ્ટમની સાથે વિશાળ સ્ટેજ ઉપર ટ્વિન્કલ પટેલ અને મનોજ નથવાણીએ અદ્ભૂત એન્કરીંગ કરી તથા ગાયકો હરી ગઢવી, તરૂણ વાઘેલા, રઘુ ત્રિવેદી, જ્યોત્સના રાયચુરા, શ્રદ્વા ખખ્ખર, ખુશી બદિયાણીએ માતાજીના ગરબા તથા ગુજરાતી ફિલ્મી રીમીક્સ ગીતો ગાઇ થનગનાટ મચાવી દીધો હતો.

રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા આ યોજકો દ્વારા વેલડ્રેસ તથા પ્રિન્સ-પ્રિન્સેસને ઇનામો આપવામાં આવ્યા હતા. જેમાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે હર્ષ રાયઠઠ્ઠા, ફર્સ્ટ પ્રિન્સેસ મહેક પદમાણી જ્યારે વેલડ્રેસ બોયઝમાં વિરાદ ઉનડકટ, જ્યારે જૂનિયર ખેલૈયામાં ફર્સ્ટ પ્રિન્સ તરીકે પવન ગણાત્રા, ગર્લ્સમાં ક્રિષા સંઘાણી, વેલડ્રેસમાં સાચી કોટક સહિતના ખેલૈયાઓને લાખેણા ઇનામો આપી ખેલૈયાઓને નવાજવામાં આવ્યા હતા.

જ્યારે રઘુવંશી પરિવાર રાસોત્સવના આયોજકોના આમંત્રણને માન આપીને લીલીઝ ગ્રુમિંગના ભાવિનીબેન ખખ્ખર તથા પુજાબેન ખખ્ખર, અમિતભાઇ પાબારી, પ્રગતિ લાઇટ્સના ઓનર બિમલભાઇ કોટેચા તેમજ ચાંદનીબેન કોટેચા, ભરતભાઇ અનડકટ પરિવાર સાથે રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર સંદિપભાઇ લાખાણી, આદિત્ય બિરલા ફાઇનાન્સના ધર્મેન્દ્રભાઇ સોમૈયા, રિલાયન્સ ટ્રેન્ડસના મેનેજર કવિતાબેન, રિલાયન્સ ડિજિટલના મેનેજર પાર્થભાઇ, ગરૂંદા ગેલેરીના ઓનર સાગરભાઇ તન્ના, નિલમ ચાના ઓનર રાજુભાઇ દાવડા, જયેશભાઇ દાવડા તેમજ મેહુલભાઇ માખેચા, રૂત્વી એજન્સીના જયમીનભાઇ વડેરા, રીશીતભાઇ કાછેલા, સુરેશભાઇ વડેરા, જયેશભાઇ જોબનપુત્રા, ભાવિકાબેન પોપટ વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પરેશભાઇ વિઠલાણીની આગેવાની હેઠળ આ રાસોત્સવને સફળ બનાવવા પ્રતાપભાઇ કોટક, રાજુભાઇ રૂપમ (મામા), શૈલેષભાઇ પાબારી (એસપી) હસુભાઇ ભગદેવ, રાકેશભાઇ પોપટ, પ્રકાશભાઇ સોમૈયા, કૌશિકભાઇ માનસાતા સહિતના સંભાળી રહ્યા છે. નવરાત્રી દરમ્યાન મધ્યસ્થ કાર્યાલયનો સમય સવારે 11 થી રાત્રે 4 વાગ્યા સુધી પાસ મેળવવા કે અન્ય માહિતી માટે મો.નં.98ર44 00030 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.