Abtak Media Google News
ક્લબ યુવીના આંગણે રાસોત્સવ માણતા સાંસદ રામભાઇ મોકરીયા સહિતના રાજકીય આગેવાનો

રંગીલા રાજકોટ શહેરમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઇ રહી છે. ત્યારે શકિત, ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા સંસ્કારી, સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયા અને દર્શકોની ભીડ જામી હતી. કલબ યુવી આયોજીત નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવે છે. જેમાં દરરોજ સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય-સામાજીક મહાનુભાવો તથા ઉચ્ચ અધિકારીઓના હસ્તે આરતી, પુજા, અર્ચના સહીતના ભક્તિસભર કાર્યક્રમો યોજાય છે.

ચોથા નોરતે કલબ યુવીના આંગણે સાંસદ રામભાઇ મોકરીયા, મ્યુનીસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કોર્પોરેટરો નેહલભાઇ શુકલ, વિનુભાઇ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, રણજીતભાઈ સાગઠીયા, અશ્વિનભાઈ પાંભર, કાળુભાઇ કુગશીયા, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, આહીર અગ્રણી ધનશ્યામભાઇ હેરમા, શેલેષભાઇ ડાંગર, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઇ લુણાગરીયા, ખજાનચી ચિરાગભાઇ સીયાણી, ટ્રસ્ટી હરેશભાઈ પરસાણા, ભવાનભાઈ રંગાણી, સોમનાથ ભવનના ટ્રસ્ટી મનોજભાઇ સાકરીયા, ઉમેશભાઇ માલાણી, ખોડલધામ સમાધાન પંચના અતુલભાઈ પટેલ, સાયબર ક્રાઇમના એ.સી.પી. રબારી, ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી. બસીયા, પી.આઇ. જે.વી.ધોળા વગેરેએ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી રાસોત્સવનો આનંદ લીધો હતો.

ચોથા નોરતે ક્લબ યુવી નવરાત્રી મહોત્સવના ક્ધવીનર કાંતીભાઇ ઘેટીયા, ડાયરેકટર જીવનભાઇ વડાલીયા, જવાહરભાઇ મોરી, સીતાંશુભાઇ ભાલોડી, કુંદનભાઇ ડઢાણીયા, હરેશભાઇ કનેરીયા, બીપીનભાઇ ખાચર, મનોજભાઇ કાલરીયા, જીગ્નેશભાઈ આદ્રોજા, પાણ ગ્રુપના યુવા ઉદ્યોગપતિ નિર્ધય પાણ, જયેશભાઇ બેરા, કલબ યુવી પાર્કીગના દાતા દિનેશભાઇ પરસાણા, ચંદુભાઈ ગોઠી તથા પરસાણા પરિવાર સહીતનાએ વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન અર્વાચીન ગીતોનું સુરતાલનું અદભુત સામ્રાજય સર્જાય છે. જેમાં ખેલૈયાઓ ડોઢીયુ, હિંચીયુ, સીકસ સ્ટેપ, ટીટોડા, જેવા વિવિધ સ્ટેપમાં મન મુકી ઝુમી રહ્યા છે. ખેલૈયાઓની સુવિધા માટે મેદાનમાં ટુ લેયર કારપેટ, કમલ સાઉન્ડ દ્વારા 1,50,000 વોલ્ટની જીબીએલની ડબલ લાઇન એરર હાઈટેક સાઉન્ડ સીસ્ટમ, મશહુર ઓરકેસ્ટ્રા, ફૂડઝોન કેન્ટીન, ઇન્ટરનલ પાર્કીગ તથા ટાઇટ સીકયોરીટી સહીતનું પ્લાનીંગ અમલી બનાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.