Abtak Media Google News

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ભર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર આજરોજ ગોતા પ્રાંત કચેરીથી ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયામાં દેશના ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા સાથે  સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્રક ભરતા પહેલા ભુપેન્દ્રભાઇ પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે શ્રી દાદા ભગવાનની પૂજા-અર્ચના કરી ત્યાર બાદ ભવ્ય રોડ-શો પણ યોજાયો અને ઘાટલોડિયા મધ્યસ્થ કાર્યાલયનો પણ પ્રારંભ કરાવ્યો.

Img 20221116 Wa0201

અમિતભાઇ શાહે સૌ કાર્યકરોને માર્ગદર્શન આપતા પહેલા ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન કરતા જણાવ્યું કે, ચૂંટણી પછીના ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હશે. આજે ગુજરાતના મુખ્યમંત્રીના ઉમેદવાર પત્રક ભરવા ખૂબ મોટી સંખ્યામાં જુદા- જુદા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. 1990થી ભાજપે ગુજરાતમાં ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જયો છે. ભાજપના કાર્યકરો પર ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે. જયારે ગુજરાતની જનતા સામે બે હાથ ફેલાવ્યા ત્યારે તેમને ખૂબ આશિર્વાદ આપ્યા. 1990થી એક પણ ચૂંટણી કે જે લોકસભાની હોય કે વિધાનસભાની ગુજરાતની જનતાએ ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છે. 2022ની ચૂંટણીમાં પણ જેને જે હિસાબ કિતાબ કરવો હોય તે કરી લે બધા વિક્રમો તોડી ફરી એક વખત ભાજપાની સરકાર બનશે. 1995 થી 2022 આ સમય ગાળો ન માત્ર ગુજરાત અને દેશભરના લોકતાંત્રિક ઇતિહાસની અંદર શાસન કેવી રીતે થાય તેનું ઉદાહરણ સાબિત કરવાનો સમય છે.

અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, આ એ જ ગુજરાત છે કે જેણે 1985 થી 1995 સુધી દસ વર્ષ સુધી કોમી હુલ્ડથી પીડાતુ, પિખાતી વેદનાનો અનુભવ કર્યો છે ગુજરાતે. 365 દિવસ 250 દિવસ તો કરફ્યુ રહેતો હતો અને આજે 20 વર્ષના છોકરાને ખબર પણ નહી હોય કે કરફ્યુ કોને કહેવાય… પહેલા જે રમખાણોએ ગુજરાતની છબી બગાડી તે રમખાણો હવે ભૂતકાળ થઇ ગયા છે આજે કોઇની હિમંત નથી કે ગુજરાતમાં કાંકરીચાળો કરે. પહેલા ગુજરાતમાં તૂષ્ટીકરણનો માહોલ હતો આજે ન્યાયનો માહોલ બનાવવાનું કામ ભાજપે કર્યુ. 2013 થી 2022 નો સમય જનતાના વિશ્વાસના આધારે પરિણામ લાવવાનો પ્રયાસ કર્યો. ગામાડામાં પહેલા સાત કલાકથી વધારે વિજળી ન હતી મળતી પરંતુ નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આજે 24 કલાક વિજળી મળે છે. કોંગ્રેસની સરકારમાં પહેલા ગાંઘીનગરથી રાજકોટ પાણીની ટ્રેન મોકલતા હતા. ગુજરાતમાં નર્મદા યોજના પુરી કરી અને ગુજરાતમાં ભાજપની સરકારે ઘરે ઘરે પાણી પહોંચાડ્યુ છે.

Img 20221116 Wa0200

અમિતભાઇ શાહે વધુમાં જણાવ્યું કે , હું ઘાટલોડિયાથી 25 વર્ષ ધારાસભ્ય રહ્યો આ વિસ્તારને બનતા મે જોયો છે. આજે રસ્તાઓ, બ્રિજ, ગટર, વિજળી, પાણીના કામો આજે ગુજરાના દરેક શહેરોમાં થયા છે. આજે કોંગ્રેસીઓ દરેક ચૂંટણીમાં કહે છે કે અમારી સરકાર બનશે અને આ વખતે તો બેનરો માર્યા છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ આ કોંગ્રેસ તો 1990 થી સત્તામાં જ નથી કામ કેવી રીતે બોલે. ભાજપે કરેલા દરેક કામો કોંગ્રેસે તેની જાહેરાતમાં સોનિયા બહેનના ફોટા લગાડી લખી દીધા આ ગુજરાતને કોંગ્રેસ શું સમજે છે ?  સોમનાથથી અયોધ્યા યાત્રા લઇ નિકળ્યા હતા અને આખા દેશમાં સંદેશ મોકલ્યો હતો કે મંદિર વહી બનાયેગે… પ્રભુ શ્રી રામના જન્મ સ્થળે ભાજપે મંદિર બનાવ્યુ. કોંગ્રેસ વાળા પાછા આપણને કહે કે મંદિર વહી બનાયેગે તીથી નહી બતાયેગે…. પણ કોંગ્રેસીયાઓને કહેજો કે જાન્યુઆરી 2024માં રામ મંદિરના દર્શન કરી શકશે.  ભાજપે  લોહિનું એક ટીપુ વહાવ્યા વગર મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું. ભાજપે જમ્મુ કાશ્મીરથી કલમ 370 ને એક જટકે નાબુદ કરી નાખી. આજે આપણુ કાશ્મીર આન,બાન અને શાન સાથે ભારત માતાના મુગટ મળીની જેમ ભારત સાથે જોડી દીધું છે. ભાજપે ત્રિપલ તલાકનો કાયદો લાવી મુસ્લીમ બહેનોની જીંદગી સુધારી દીધી.

અમતિભાઇ શાહે વધુમાં જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં શિક્ષણનું મોડલ જોવું હોય તો તે ગુજરાતમાં, સ્વાસ્થ્યનું મોડલ, ઇન્ફાસ્ટ્રકચરનું મોડલ, પંચાયતી રાજનું મોડલ ગુજરાતમાં છે. આજે ગુજરાતની વણ થંભી વિકાસની ગાથા અવિરત ચાલુ છે. આ ગુજરાતની જનતા બધુ જાણે છે. યુક્રેન અને રશિયાના ચાલુ યુદ્ધને અટકાવી આપણા વિદ્યાર્થીઓને પાછા લાવવા તે કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ. પાકિસ્તાન સામે સર્જીકલ સ્ટ્રાઇક કરી આંતકવાદ સામે ભારતને સુરક્ષીત રાખવાનું કામ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.