Abtak Media Google News

ધોરાજીમાં રાહુલ ગાંધીના કાર્યક્રમોને લઈને કોંગી આગેવાનોની બેઠક મળી હતી રાહુલ ગાંધી ૩ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હોવાને કારણે રાજકોટ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરાની અધ્યક્ષતામાં સરકારી રેસ્ટ હાઉસ ખાતે ધોરાજી શહેર તાલુકાના કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોની મીટીંગ મળી હતી. અને જેતપૂર ખાતે તા.૨૭ના રોજ રાહુલ ગાંધીના કાર્યક્રમને અનુલક્ષીને આ કાર્યક્રમમાં વધારે ને વધારે કાર્યકરો અને આગેવાનો જોડાય તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આયોજન કરવામાં આવ્યું હતુ. રાહુલજીનાં જેતપૂરનાં કાર્યક્રમમાં ધોરાજી શહેર તથા તાલુકામાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે તેવું એક સુરે નકકી કરવામાં આવ્યું હતુ.આ બેઠકમાં રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ કાંતીલાલ સોંદરવા, શહેર કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજુભાઈ કોટડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ રણછોડભાઈ ભુવા, કોર્પોરેટરો વિઠલભાઈ હીરપરા, નુરમોહમદભાઈ કારવા, તાલુકા ન્યાય સમિતિનાં ચેરમેન નિતિનભાઈ ચૌહાણ, મનસુખભાઈ દાફડા, વગેરે અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.