Abtak Media Google News

ભારતીય રેલેવે વિભાગે ફરી એકવાર ૪૮ જેટલી સુપર ફાસ્ટ ટ્રેનમાં ભાડાંમાં વધારો કર્યો છે.આવો ભાડો વધારો ઝીંકવા બદલ રેલવે વિભાગે એવું કારણ રજૂ કર્યું છે કે ૪૮ મેલ અને એકસપ્રેસ ટ્રેનને અપગ્રેડ કરી તેને સુપર ફાસ્ટ બનાવવામાં આવી હોવાથી આવો ભાડાં વધારો કરવામાં આવ્યો છે.જોકે ભાડાં વધારા બાદ પણ આવી ટ્રેનમાં યાત્રિકો માટેની સુવિધામાં કોઈ વધારો કરાયો નથી. માત્ર આવી ટ્રેનોની ગતિ પ્રતિ કલાક પાંચ કિમી વધારવામાં આવી છે.ભારતીય રેલવે વિભાગ દ્વારા ટ્રેનોની માત્ર નજીવી ઝડપ વધારીને કરવામાં આવેલા આ અપગ્રેડેશનથી ટ્રેન સમયસર ચાલશે કે કેમ તે અંગે કોઈ ખાતરી આપવામાં આવી નથી. ખાસ કરીને ઠંડીની સિઝનમાં ઉત્તર ભારતમાં મોટા ભાગની ટ્રેન અનેક કલાક મોડી ચાલતી હોય છે ત્યારે આવી સ્થિતિમાં રેલવે વિભાગ તરફથી કોઈ વધારાની સુવિધાની કોઈ ખાતરી આપવામાં આવી નથી. આમ પણ હાલના સમયે કેટલીક મહત્વની ટ્રેનો જેવી કે રાજધાની, દુરંતો અને શતાબ્દી જેવી કેટલીક ટ્રેનો નિમમિત રીતે વિલંબથી દોડી રહી છે.આવી ટ્રેનોમાં હાલ માત્ર નજીવી સ્પિડ વધારવામાં આવી છે પણ યાત્રિકોને કોઈ વિશેષ સુવિધા આપવામા આવી નથી. પરંતુ યાત્રિકોને સ્લિપર માટે તેમના ખિસ્સામાંથી વધારાના ૩૦ રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે સેક્ધડ અને થર્ડ એસી માટે વધારાના ૪૫ રૂપિયા, તેમજ ફર્સ્ટ એસી માટે વધારાના ૭૫ રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે રેલવે વિભાગને ૭૦ કરોડની વધારાની આવક મળતી થઈ જશે. જ્યારે બીજી તરફ યાત્રિકો માટેની સુવિધામાં કોઈ ખાસ વધારો કરવામાં નહિ આવે. દેશમાં હવે આ નવી ૪૮ સુપર ફાસ્ટ ટ્રેનનો વધારો થતાં રેલવે વિભાગમાં કુલ ૧૦૭૨ સુપર ફાસ્ટ ટ્રેન થઈ ગઈ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.