Abtak Media Google News

ટેકનોલોજીનો સમાવેશ કરી જુનાં ટ્રેકોનું રીનોવેશન

ભારતીય રેલવે દુનિયાનું ચોથા ક્રમનું પરિવહન નેટવર્ક છે. પરંતુ શું ટ્રેનમાં સફર કરવી સુરક્ષિત છે ? તો તેને સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવે ૨,૦૦,૦૦૦ કર્મચારીઓની ભરતી ગ્રાઉન્ડ પેટ્રોલીંગ ડીવીઝનને મજબુત કરવા માટે કરશે. કારણ કે છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રેન અકસ્માતેમાં ઓછામાં ઓછા ૬૫૦ લોકો મૃત્યુ પામ્યા છે.

ગયા અઠવાડીયે ઉત્તર પ્રદેશમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી જેમાં ૨૧ લોકોના મોત નિપજયા હતા. હાલ આ પ્રકારના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક કારણ એ પણ છે કે હાલ રેલવે સુરક્ષા તંત્રથી જોડાયેલી ઘણી પોસ્ટ ખાલી છે. વધતા જતા આ પ્રકારના અકસ્માતો રેલવે અધિકારીઓને સુરક્ષા તંત્રોની ખાલી પડેલી પોસ્ટ તરફ ઘ્યાન દોરયું છે. જેને લઇને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ રેલવે તંત્રને સુરક્ષા આપવા ૧૫,૦૦૦ કરોડ ખર્ચશે, આ રકમ રેલના આધુનિકરણ માટે અને ટ્રેકના રિનોવેશન માટે ઉપયોગ લેવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષમાં એક અભ્યાસ પ્રમાણે ૧૧૫ ટ્રેન અકસ્માતો નોંધાયા છે. માટે રેલવે ડીપાર્ટમેન્ટ ની સલામતી અને પેટ્રોલીંગ માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તાલીમ આપવામાં આવશે. વધુમાં જણાવવામાં આવે તો રેલવે ૧૦૦ થી વધુ ટ્રેક ઇન્સ્પેકસનનાં વાહનો ખરીદવાની પ્લાનીંગ કરી રહી છે.

તેની સાથે તેમણે નિર્ણય લીધો હતો કે આઇસીએફ કોચનું નિર્માણ બંધ કરવું જેથી સેફટી માટે સુવિધા વધે કારણ કે આઇસીએફ કોચના ફીકર્સ કમજોર છે. જો કે હાલ કુલ ૪૦,૦૦૦ આઇસીએફ કોચ મોજુદ છે.

જેમાં હવે એન્ટીકલાઇમ્બિગ સુવિધાને વધારવામાં આવેશ જર્મન ડીઝાઇન સાથે તમામ કોચને એલએચબી સુરક્ષિત બનાવવામાં આવશે. સાથે રોબીંગ સ્ટોક અને રેલ વ્યવસ્થા માટે મોનીટરીંગ સીસ્ટમ જેવી નવી ટેકનોલોજીનું નેટવર્ક પર પાયલોટીંગ કરવામાં આવશે.

એચએબીડી સીસ્ટમનો ઉ૫યોગ ઘણાં દેશોમાં રેલવે સુરક્ષા માટે કરવામાં આવે છે માટે ભારતમાં પણ આ પ્રકારની સીસ્ટમનો ઉપયોગ થશે. આ બધા જ કાર્યો માટે રેલવે દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું છે.

જેનું નામ રાષ્ટ્રીય સુરક્ષા કોષ રાખવામાં આવ્યું છે. જેનો ઉપયોગ માત્ર સુરક્ષા માટે જ કરવામાં આવશે. સાથે ઘણાં ખરા સુધારા વધારા પણ કરવામાં આવશે ટેકનોલોજી સાથે સાથે નવી મોનીટરીંગ સીસ્ટમ, રોલીંગ સ્ટોક અને અનબ્રેકેબલ ટ્રેક દ્વારા રેલવેને રીનોવેટ કરવામાં આવશે. ફરીથી લોકોની રોજીદી જરુરીયાત એવી ટ્રેનને નવા સીકયોરીટી ફીચર્સ સાથે અને આધુનિક સુરક્ષા ટ્રેક સાથે ઉતારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.