Abtak Media Google News

જેમ તમારા માલનાં પરિવહનનો ખર્ચ અને સમય બચે તેમ તમારી વેચાણ કિંમત ઘટાડી શકાય છે જે લાંબા ગાળે સમાજમાં સોંઘવારી અને સમûધ્ધિ લાવી શકે છે. આ વિધાન તમને કદાચ ઇકોનોમિક્સની કોઇ બુકમાં વાંચવા નહીં મળે પણ આ એક એવું સત્ય છે જે  વાણિયાની વ્યવસાયિક કોઠાસુઝ સાથે વણાયેલું છે.સરકારે હાલમાં જ રેલ્વેની જમીનોને લાંબા સમય માટે લીઝ ઉપર આપવા માટે જે નીતિ વિષયક ફેરફારો કર્યા તેને આ વિધાન સાથે સીધો સંબંધ છે. ભલે અહીં  સરકારનો એજન્ડા  સરકારી કંપની ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (કોન્કોર) ના ખાનગીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાનો અને રોકાણકારોને આકર્ષિત કરવા રેડ કાર્પેટ પાથરવાનો હોય પણ તેનાથી દેશના શિપીંગ, કોમોડિટી તથા એફ.એમ.સી.જી સેક્ટરને બહુ મોટો લાભ થશે. હવે કોન્કોર ખરીદવા માટે અદાણીની ઐન્ટ્રી થાય તો પણ નવાઇ નહીં.કદાચ આ એક ફેરફારથી સરકાર એક સાથે ઘણા નિશાન તાકી રહી છે.

યાદ રહે કે સરકારે કોન્કોરના ખાનગીકરણને સૈધ્ધાંતિક રીતે 2019 માં મંજૂરી આપી હતી પરંતુ તેમા રોકાણ માટે કોર્પોરેટસ આગળ આવે તેવી કાનૂન વ્યવસ્થા અને માહોલ તૈયાર કરવાની જરૂર હતી. એ પછી તુરત જ  આવી પડેલી કોવિડ-19 અને અન્ય જવાબદારીઓના કારણે સરકાર આ કામ આગળ વધારી શકી નહોતી. આમ તો કોન્કોરની સ્થાપના માચ-1988 માં થઇ હતી અને કંપનીએ  નવેમ્બર-1989 માં કારોબાર શરૂ કર્યો હતો.  સરકાર છેલ્લા થોડા સમયથી કોન્કોરમાં રહેલો પોતાનો 54.8 ટકા શેર ઘટાડીને 30.8 ટકા શેર કોઇ સ્ટ્રેટેજીક ખરીદનારને વેચવા માગે છે. ખેર હાલની એન.ડી.એ સરકાર માર્કેટિંગ સરકાર છે. પોતાનો લાભ જોનારી સરકાર છે. એટલે કોન્કોરમાંથી પોતાનો હિસ્સો 30.8 ટકા ઘટાડીને આશરે 8000 કરોડ રૂપિયા ઉભા  કરવાની ઇચ્છા ધરાવે છે.

સરકારનો એજન્ડા જે હોય તે પણ હવે રેલ્વેની ફાજલ પડેલી સેંકડો એકર જમીન લાંબાગાળા માટે ભાડા પટ્ટે આપી શકાશે. અગાઉ રેલ્વેની જમીન માત્ર પાંચ વર્ષ માટે ભાડે આપી શકાતી હતી જે હવે 35 વર્ષ સુધી આપી શકાશે. આ ફેરફારથી કંપનીઓ કાર્ગોની લાંબાગાળાની સુવિધા ઉભી કરીને તેમાંથી કમાણી કરી  શકશે. આગાઉ કોઇપણ કંપની કરોડો રૂપિયાના ખર્ચ કરીને સુવિધા ઉભી કરે અને કામ ચાલુ કરેપણ નફા કમાવાનો સમય આવે ત્યાં સુધીમાં લીઝ પુરી થઇ જતી હોવાથી વળતર મળતું નહોતું. સરકારનો દાવો છે કે આગામી 90 દિવસમાં આ નવી પોલિસી અમલમાં આવી જશૈ અને આગામી પાંચ વર્ષમાં 300 નવા કાર્ગો ટર્મિનલની સુવિધા ઉભી કરવામાં આવશે.

આ ઉપરાંત માલ પરિવહનનાં કારોબારમાં રેલ્વેનો કારોબાર વધશે, તેનાથી લોજિસ્ટીક ખર્ચ ઘટશૈ રેલ્વેની આવક વધશૈ અને નવી 125000 નોકરીઓ ઉભી થશે.  હાલનું ભાડાનું માળખું જોઇએ તો રેલ્વેની જમીન ઉપર એકર દિઠ જેતે જમીનની બજાર કિંમતનાં છ ટકા સુધીનું ભાડું વસુલવામાં આવે છે પરંતુ હવે તે ઘટીને 1.5 ટકા જેટલું થઇ જશે.

આટલું વ્યાજબી ભાડું 35 વષર્ષ સુધી યથાવત રહે તો કંપનીઓને  ભાડુ મળતાં તેમની સ્થિતી પણ મજબૂત થશે. નવી પોલિસી પ્રમાણે  હવે રેલ્વે પ્રતિ ચોરસ મીટરે એક રૂપિયાનાં ભાવે ભાડું  વસુલ કરી શકશે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરી શકાશે. નિષ્ણાંતો જણાવે છે કે હવે કંપનીઓનાં  ઇન્લેન્ડ ક્ધટેનર ડેપો રાખવાની પોલીસી પણ સ્પષ્ટ થવાથી કોર્પોરેટ સેક્ટર મુડીરોકાણ માટે તૈયાર થશે. આ ઉપરાંત નવી પોલીસીનાં કારણે કોન્કોર તેના વાર્ષિક ખર્ચમાં આશરે 287 કરોડ રૂપિયાનો ઘટાડો કરી શકશે.જેવી સરકારે પોલિસી બદલવાની જાહેરાત કરી કે તુરત જ બજારમાં વેલ્યુઅરો અને રેોકાણકારો કેલ્કયુલેટરોની ચાંપ દબાવવા માડ્યા છે.

સૌ હવે કોન્કોરની નવી માકેર્કેટ વેલ્યુ નક્કી કરીને પોતપોતાની ઓફરો આપશે. જો કે હજુ પણ અમુક મુદ્દાઓની સ્પષ્ટતા કરવાની જરૂર છે જેનાથી રોકાણકારોને ગણતરી મુકવામાં આસાની રહેશે. ગણતરી જે આવે તે પણ આ અહેવાલો આવ્યા બાદ કોન્કોરનાં શેરનાં ભાવમાં 12 ટકાનો વધારો થયો છે. કારણકે કોન્કોરનાં મોટા ભાગનાં ટર્મિનલ રેલ્વે સાથે જોડાયેલા છે. લાંબા અંતરના માલ પરિવહન માટે રેલ્વે સૌથી કિફાયતી પડતી હોવાથી હવે રેલ્વે ટ્રાન્સ્પોર્ટ તરફ વળશે અને કોન્કોરનો કારોબાર વધશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.