Abtak Media Google News

ટેલીવિઝન બ્રોડકાસ્ટરો દ્વારા નુકસાનીનો કલેઈમ કરાયો રજુ

આઈસીસી વિશ્વકપ કે જે ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાઈ રહ્યો છે તેમાં અનેકવિધ મેચો વરસાદનાં વિઘ્નનાં કારણે રદ થયા હતા ત્યારે ભારતીય ઈન્સ્યોરન્સ કંપનીને આશરે ૧૮૦ કરોડ રૂપિયાની નુકસાની વેઠવી પડી છે. ટેલીવિઝન બ્રોડકાસ્ટરો દ્વારા જે રાઈઝડ મેળવવામાં આવતા હોય છે ત્યારે તમામ મેચમાં પ્રસારીત થતી જાહેર ખબરોથી તેમને રેવન્યુ પણ મળતી હોય છે પરંતુ વરસાદનાં કારણે મેચ રદ થતાં તેઓ તે મેચને દેખાડી શકવામાં અસક્ષમ પુરવાર થતા હોય છે જેનાં કારણે તેમણે જાહેરાતમાંથી થતી આવક પણ મળી શકતી નથી.

વિમા કંપની દ્વારા એ વાતની સ્પષ્ટતા થાય છે કે, કોઈપણ સામાન્ય મેચમાં ૬૦ કરોડ રૂપિયાનો વિમો ઈન્સ્યોર કરવામાં આવતો હોય છે પરંતુ ફાઈનલ, સેમીફાઈનલ તથા ભારતનાં કોઈપણ મેચ અને તેમાં પણ સવિશેષ પાકિસ્તાન સામેનાં મેચમાં વિમાની રકમ ૭૦ થી ૮૦ કરોડ પહોંચતી હોય છે. વિમા કંપનીઓનાં સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ભારત પાકિસ્તાનનો મેચ જોનારાઓની સંખ્યામાં અનેકગણો વધારો જોવા મળે છે. અન્ય મેચોની સરખામણીમાં  ત્યારે આઈસીસી દ્વારા બે વિશ્વકપ તથા બે ચેમ્પીયન્સ ટ્રોફી અને ટી-૨૦ વિશ્વકપ ૮ વર્ષ માટેનાં રાઈડસ સ્ટાર ઈન્ડિયાને મળેલા છે. સ્ટાર ઈન્ડિયા વિશે વાત કરવામાં આવો તો તેને આઈસીસી તરફથી ઓડિયો-વિઝયુઅલ રાઈડસ ૨૦૧૫થી ૨૦૧૩ સુધી મળ્યા છે જેમાં ૧.૯૮ બિલીયન ડોલરનો કરાર કરવામાં આવ્યો છે ત્યારે સ્ટાર દ્વારા જે મેચો પ્રસારણ કરવાનો જે નિર્ણય લીધો છે અને જેમાં પણ જો કોઈ મેચ રદ થાય તો સ્ટાર ઈન્ડિયાને ઘણી નુકસાની વેઠવી પડે છે.

વિમા કંપનીઓની જયારે વાત કરવામાં તો તેમાં ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, આઈસીઆઈસીઆઈ લોમબાન્ડ, ઓરીયન્ટલ ઈન્સ્યોરન્સ કે જે વિશ્વકપ માટેનાં અંડર રાઈટર તરીકે ભાગીદાર છે તેઓ લોસ કવર માટે ખુબ જ મહેનત અને અથાગ પ્રયત્નો હાથ ધરવા પડશે. હાલ આઈસીસી વિશ્વકપમાં કુલ ૩ મેચો વરસાદનાં કારણે રદ થયા છે જેમાં ભારત અને ન્યુઝીલેન્ડનાં મેચનો પણ સમાવેશ થયો છે.

વિશ્વકપમાં આટલી બધી મેચો રદ થવાનો એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત પણ થયો છે. અંતમાં કહી શકાય કે વિશ્વકપ માટે સ્ટાર દ્વારા ૧૦ સેક્ધડની જાહેર ખબરનાં સ્લોટ માટે ૨૫ લાખ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો ભારત-પાકિસ્તાનનાં મેચ દરમિયાન કે જે અન્ય મેચોની સરખામણી કરતા પણ ૪૦ ગણો વધુ હોવાનું માનવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.