Abtak Media Google News

મંગળવારે શહેરમાં વધુ ૨ ઈંચ ખાબકયો: મોસમનો કુલ ૩૭ ઈંચ વરસાદ

રાજકોટમાં આજે સવારે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન બપોરે ૨ વાગ્યે ફરી મેઘરાજા વિજળીના કડાકા ભડાકા સાથે ત્રાટકયા હતા. મંગળવારે શહેરમાં વધુ બે ઈંધ વરસાદ વરસી જતા રાજકોટમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ૩૭ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હોવાનું નોંધાયું છે. મંગળવારે પડેલા વરસાદમાં શહેરમાં અલગ-અલગ ૧૩ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ ‚મ ખાતે નોંધાઈ છે.

આજે સવારથી શહેરમાં ઉઘાડ નિકળ્યો હતો. સુર્યનારાયણની હાજરી જોવા મળી હતી જો કે બપોરે ફરી આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો અને વિજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. મંગળવારે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૫૦ મીમી (મોસમનો કુલ ૯૨૦ મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં ૩૧ મીમી (મોસમનો કુલ ૯૨૦ મીમી), ઈસ્ટ ઝોન વિસ્તારમાં ૫૦ મીમી (મોસમનો કુલ ૬૬૫ મીમી) વરસાદ પડયો હોવાનું કોર્પોરેશનના ફાયર બ્રિગેડના રેકર્ડ પર નોંધાયું છે. જયારે કલેકટર કચેરી સ્થિત કંટ્રોલ ‚મ ખાતે રાજકોટમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૮ મીમી (મોસમનો કુલ ૮૫૭ મીમી) વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે બપોરે શહેરમાં ફરી મેઘો મંડાયો હતો. જોરદાર ઝાપટુ વરસી જતા રાજમાર્ગો પર પાણી ચાલવા માંડયા હતા. છેલ્લા ૫ દિવસથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત વરસાદ ચાલુ હોવાના કારણે રાજકોટની જળજ‚રીયાત સંતોષતા જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે.

મંગળવારે રાત્રે વિજળીના કડાકા ભડાકા સાથે પડેલા બે ઈંચ વરસાદના કારણે શહેરના આશ્રમ રોડ, ગુલાબનગર-૧, અમરનગર, ગોંડલ રોડ, જુના જકાતનાકા, જંકશન પ્લોટ, કરનપરા, રણછોડનગર, જીવરાજપાર્ક, હાથીખાના ,માલધારી સોસાયટી, બાલકૃષ્ણ સોસાયટી, ઘનશ્યામનગર અને કોઠારીયા રોડ સહિત કુલ ૧૩ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.