Abtak Media Google News

માણાવદર શહેરમાં આજે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતીના પાકને ફાયદો થયો હતો તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા ઉપરાંત માણાવદર તાલુકાના સીતાણા, ભીતાણા, ભડુલા ગામમાં આભ ફાટયું હોય તેમ છ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથે આ ત્રણે ગામમાં અનરાધાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો ત્રણેય ગામની નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી ભારે વરસાદથી ગામ બેટમાં ફેરવાઇ ગયા હતા.

સીતાણા ગામે પૂરના પાણી ઘરમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્રણેય ગામના લોકોએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બપોરે અનરાધાર વરસાદ વરસતા નદીઓ ચેકડેમો અને ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા થોડાક કલાકોમાં જ 6 ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો જેને કારણે ગામના પાદર સુધી વરસાદી પાણી પહોંચી ગયા હતા અને ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો.

ધારીના ખોડીયાર ડેમમાં નવા નીરની આવક

ધારીમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે. ગઈકાલે દિવસ દરમિયાન ઝાંપટાંરૂપી અડધો ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે જોરદાર ગરમી અને ઉકળાટ વચ્ચે લોકો અકળાયા હતા અને બપોર બાદ બે કલાક આસપાસ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર મોટા છાંટે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. ધારી સહિતના ખીચા દેવળા સરસીયા સહિતના જંગલ વિસ્તારમાં સારો વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા અને શહેરની શેત્રુંજી નદી તેમજ હેમરાજીયા નદીમાં પુર આવ્યા હતા અને ખોડિયાર ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. જોકે હાલ ખોડિયાર ડેમમાં પાણીથી ભરેલ હોવાથી 70, ટકા ભરાશે તો ખોડિયાર ડેમ આવરફલો થશે અને ડેમના દરવાજા તંત્ર દ્વારા ખોલવા પડે તેવી સંભાવના છે.

 

 

ગીરગઢડા પંથકમાં સારા વરસાદથી મચ્છુન્દ્રી ડેમ છલકાયો

ગીર પંથકમાં ખેડૂતો આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા ત્યારે આષાઢી બીજ થી અવિરત વરસાદ થતા ખેડૂતો મા હર્ષની લાગણી અનુભવાય છે.ધણા ખરા જગતના તાત દ્વારા વાવણી તાવતે વાવાઝોડા ના વરસાદ માં વાવણી વેલી કરી દેવાતા વરસાદ પણ લંબાયો અને વાવાઝોડા ને લય હજી સુધી લાઈટ પણ પહોંચાડવામાં ન આવતા જગતના તાત ચિંતિત બન્યા હતા ત્યારે કુદરત મહેરબાન થતા ખેડૂતો મા હર્ષની લાગણી અનુભવાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.