Abtak Media Google News

ઘોડો જોતા જ કે નામ સાંભળતા રજવાડાનો સમય યાદ આવે રજવાડાઓનું વાહન ગણાતા ઘાડાનો એ સમયે ઘણી બધી રીતે ઉપયોગ થતો જેમકે આધુનિક સાધનો શસ્ત્રો ન હતા ત્યારે લડાઈમાં ટ્રાન્સપોર્ટેશન તરીકે ઘોડાઓ વપરાતા આ ઉપરાંત નગરમાં જયારે રજવાડાઓની શાહી સવારી નીકળતી ત્યારે આ સવારી જોવા લોકોના ટોળા ઉમટતા.

આટલું જ નહિ ઘોડો માણસનું સૌથી વફાદાર પ્રાણી પણ છે. મહારાણા પ્રતાપના ચેતક ઘોડોએ જે વફાદારી નિભાવી તે ઈતિહાસમાં સૌથી શ્રેષ્ઠ છે. એક જમાનામાં ઘોડાનું સવિશેષ મહત્વ હતુ.

પરંતુ આજે રાજકોટ શહેરની વાત કરીએ તો ઘોડાઓ માત્ર રેસકોર્ષમાં જ મોજુદ હોય તેવું લાગી રહ્યું છે. આજે માત્ર રેસકોર્ષ ફરતે બાળકો બગીઓમાં બેસી ઘોડાને જાણી રહ્યા છે. અથવા શોખીન રાજકારણીઓ પાસે જ ઘોડા રહ્યા છે. એટલે કે આજે ઘોડા પાળવો એ હાઈફાઈ લોકોનો બની ગયો છે. ઘોડાનું મહત્વ ઘટયું હોય આજે જુજ લોકોને ઘોડેશ્ર્વારી આવડતી હોય છે. પોલીસ ડિપાર્ટમેન્ટ બંદોબસ્ત માટે ઘોડાનો ઉપયોગ કરે છે. આજે ઘોડાની પરવરીશ પણ મોંઘી બની છે.

ભલે આજે વિવિધ વાહનોનો અનેકરીતે વપરાતા હોય પરંતુ તેની ક્ષમતા હોર્સ પાવર ઉપર હોય છે. વાહનની તાકાત હોર્ષ પાવર પર જ મપાઈ છે. ઘોડાની તાકાત પરથી જ હોર્ષ પાવર આવ્યું છે. ઘોડો પાળવાથી એક જમાનામાં શાન ઉભી થતી ત્યારે આજે તસ્વીરમાં દેખાતુ રાજનું વાહન જાણે ‘રાજ’ની લટારમાં આવી ગયું છે…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.