Abtak Media Google News

અશોક ગેહલોત સિનિયર ઓબ્ઝર્વેર તરીકે જયારે ટી.એસ. સીંઘ ડીઓ અને મીલીન્દ દેવરાની ઓબ્ઝર્વેર તરીકે નિયુકત

અઢી દાયકા બાદ ગુજરાત ફતેહ કરવા માટે કોંગ્રેસ કટીબઘ્ધ બનીછે તાજેતરમાં ખામ થીયરી અપનાવી કોંગ્રેસ દ્વારા પાંચ ધારાસભ્ય સહિત કુલ સાત સિનીયર આગેવાનોની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરી હતી. દરમિયાન ગઇકાલે સાંજે ગુજરાત તથા હિમાચલ પ્રદેશની આગામી ચુંટણી માટે સિનિયર ઓબ્ઝર્વેર તથા ઓબ્ઝર્વેરની નિયુકત કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસના પરચમ લહેરાવવાની જવાબદારી રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના શીરે મૂકવામાં આવી છે જયારે હિમાચલ પ્રદેશના સિનીયર ઓબ્ઝર્વેર તરીકે ભુપેશ બધેલની નિમણુંક કરવામાં આવી છે.

ચાલુ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણી યોજવાની છે ત્યારે બન્ને રાજયોમાં કોંગ્રેસની જીત થાય તે માટે એ.આઇ.સી.સી. દ્વારા સિનીયર ઓબ્ઝર્વેર તથા ઓબ્ઝર્વેરની નિયુકિત કરવામાં આવી છે. ગુજરાતના સિનીયર ઓબ્ઝર્વેર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિયુકત કરાય છે. તેઓ વર્ષ-2017 વિધાનસભાની ચુંટણીમાં પણ ગુજરાતના ઓબ્ઝર્વેર રહી ચુકયા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ફરી એક વખત પક્ષે ગેહલોત પર વિશ્ર્વાસ મુકયો છે અને તેઓને ગુજરાતનો હવાલો સોંપ્યો છે આ ઉપરાંત ઓબ્ઝર્વેર તરીકે ટી.એસ.સીંઘ ડીઓ અને મિલિન્દ દેવરાની વરલી કરવામાં આવીછે.

જયારે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણી માટે સિનીયર ઓબ્ઝર્વેર તરીકે ભુપેશ બધેલની નિયુકિત કરવામા આવી છે જયારે ઓબ્ઝર્વેર તરીકે સચીન પાયલોટ  અને પ્રતાપસિંહ બાજવાની નિયુકિત કરવામાં આવી છે.ટુંક સમયમાં બન્ને રાજયોમાં ઓબ્ઝર્વેર ગુજરાત અને હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે ટિકીટ ફાળવણી ચુંટણીની રણનીતી સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.