Abtak Media Google News

બ્રહ્મસમાજના તમામ તડગોળ દ્વારા બ્રહ્મતેજ સન્માન મહોત્સવનું આયોજન

આવામી કાલે તા.૧૪ને શનિવારે ભૂદેવ સેવા સમીતી, બ્રહ્મસમાજના તમામ તડગોળ તથા અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીના સન્માનનું કુમકુમ પાટી પ્લોટ, બીજ બઝાર પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે અભયભાઇ ભારદ્વાજ, શ્રીમતિ અંજલીબેન રૂપાણીની ખાસ ઉ૫સ્થિત રહેશે. મેયર ડો. જૈનમનભાઇ ઉપાઘ્યાય અઘ્યક્ષ સ્થાને શોભાયમાન કરશે. નીતીનભાઇ ભારદ્વાજ, બ્રહ્મ યુવાઓના માર્ગદર્શક અને યુવા પ્રદેશ ભાજપ અગ્રણી ઉ૫સ્થિત રહી સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપશે.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહેમાનો મંત્રી વિભાવરીબેન દવે, ચેરમેન બાળ વિકાસ આયોગના જાગૃતિબેન હરેનભાઇ પંડયા, ચેરમેન ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના પ્રમુખ પંકજભાઇ ભટ્ટ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ જનાર્દનભાઇ આચાર્ય ઉ૫સ્થિત રહેશે.

વધુ જણાવતા ભૂદેવ સેવા સમીતીના પ્રમુખ તેજસભાઇ ત્રિવેદી રાજકોટના આંગણે યોજાનાર બ્રહ્મતેજ સન્માન સમારોહ ૨૦૧૮ ના ભૂતો ન ભવિષ્યતિ બની રહેશે. પ્રથમ વખત રાજકોટના બ્રહ્મસમાજના તમામ તડગોળ અને વિવિધ બ્રહ્મ સંસ્થાઓ દ્વારા ગુજરાત વિઘાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીનું સન્માન થવા જઇ રહ્યું છે સન્માન સમીતીની રચના દ્વારા આ મહોત્સવની છેલ્લા એક મહીનાથી અલગ અલગ ગ્રુપ મીંટીંગો અને અને તડગોળ મીટીંગો કરીને તૈયારી ચાલી રહી હતી. આ સમીતીમાં પ.પૂ. ઘનશ્યામ મહારાજ, રામભાઇ મોકરીયા, કૌશિકભાઇ શુકલ, ઝાલાવડ સત્તર તાલુકા બ્રહ્મસમાજ સોરઠીયા શ્રી ગૌડ માળવીયા બ્રહ્મસમાજ સહીતના ઘણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ સમારોહને સફળ બનાવવા માટે નીતીનભાઇ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમીતીના પ્રમુખ તેજસ ત્રિવેદી તથા નિશાંત રાવલ, મયુર વોરા, જયત્રિવેદી, હિરેન જોશી, દિપક ભટ્ટ, જયેશ પંડયા, નિરજ ભટ્ટ, નૈતિક જોશી, મીત ભટ્ટ, સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.