Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ 12 રેકડી તે આકાશવાણી ચોક, પાટીદાર ચોક, યુનિ.રોડ, હવેલી ચોક, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

જેમ કે, રસ્તા પર નડતર રૂપ જુદીજુદી  અન્ય 85 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી આકાશવાણી ચોક, યુનિ.રોડ, 150 ફુટ રિંગ રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ ચોક   પરથી  જપ્ત કરવામાં આવી હતી, 120 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જંકશન રોડ, જ્યુબેલી પરાબજાર, જંકશન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.34,500/-વહીવટી ચાર્જ   દસ્તુરમાર્ગ,જ્યુબેલી, જંકશન રોડ, યુનિ.રોડ,   પરથી વસુલ કરવામાં આવ્યો હતો.

રૂ.48,550/- મંડપ ચાર્જ જે મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ,  હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, , સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને 257 બોર્ડ-બેનર તે રેસકોર્ષ, યાજ્ઞિક રોડ,  આકાશવઆણી ચોક થી પુષ્કરધામ રોડ,ટાગોર રોડ  પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.