Abtak Media Google News

ઈ-મેમોના કેસમાં 2.61 કરોડ રકમનું સમાધાન શુલ્ક વસુલાયુ: અકસ્માતમાં 15.95 કરોડનું વળતર મંજૂર

રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે  રાષ્ટ્રીય મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદનાઓના ઉપક્રમે જીલલા કાનૂની સેવા સતા મંડળ, જીલ્લા ન્યાયાલય રાજકોટ દવારા પણ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ , ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, રાજકોટના માર્ગદર્શન રાજોકટ જીલ્લાની તમામ આદાલતોમાં મેગા લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલું છે.

આજના દીવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો અને પ્રિ- લીટીગેશન કેસો મળી કુલ-42166 કેસો હાથ પર લેવામાં આવેલા. જેમાથી આજ રોજ મોટર અકસ્માત વળતરના કુલ-366 કેસોનો સમાધાન રાહે નીકાલ થયેલ છે જેમા રૂા. 159525035/- જેટલી રકમનુ સમાધાન થયેલ તેમજ ચેક રીર્ટનના કુલ-3002 કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ. જેમા રૂ. 137437826/- જેટલી રકમનુ સમાધાન થયેલ તેમજ લગ્ન વીષયક તકરાર અંગેના -169 કેસોમા સમાન રાહે નીકાલ કરેલા. વધુમા આજ રોજ પ્રિ લીટીગેશન તથા ઇ-મેમો સાથેના કેસો કુલ-136234 કેસોનો પ્રિ-લીંટીગેશનનમા નીકાલ થયેલ છે જેમાં કુલ રૂા.ર6160914  જેટલી રકમનુ સમાધાન થયેલું.

આમ આજના દીવસે આ તમામ કેસો મળી કુલ-4530 પેન્ડીંગ કેસો તથા પ્રિ લીટીગેશન કેસો મળી કુલ 18164 કેસોનો નીકાલ થયેલ છે.  યોજાયેલી લોક અદાલતમા પક્ષકારો તરફથી સારો પ્રતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામા કેસોનો નીકાલ થયેલ છે. જેથી ભવિષ્યમા યોજનાર લોક અદાલતોમા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. વધુમાં સ્પેશીયલ સીટીંગમાં કુલ-554 કેસોનો નીકાલ થયેલ છે. આમ, આજ રોજ લોક અદાલતના દીવસે કુલ-4530 પેન્ડીંગ કેસોનો, પ્રિ- લીટીગેશનના 13634 કેસો તથા સ્પેશીયલ સીટીંગ મળી કુલ 23739 કેસોનો નિકાલ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.